અલ્પુ સિંધી અને અશોક જૈનનુ ક્રોસ ઇન્ટ્રોગેશન કરાશે
સહારાની ડીલમાં ઇન્વેસ્ટરોને ખુશ કરવા અશોક જૈન દબાણ કરતો, તેની ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરવામાં આવશે
સમગ્ર મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી વકી
અશોક જૈનને સીમન ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાશે
WatchGujarat. વડોદરામાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈનની ગતરોજ તિર્થક્ષેત્ર પાલિતાણાથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશોક જૈનનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવતા આજરોજ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં રિમાન્ડના 11 મહત્વના મુદ્દાઓ રજુ કરતા કોર્ટે 16 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી યુવતિએ પાવાગઢ ટ્રસ્ટ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને જાણીતા સીએ અશોક જૈન સામે ગત તા. 19 સપટેમ્બરના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મામલાની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસને સાથે રાખી રાજુ ભટ્ટની ધરપડક કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં એસઆઇટીની ટીમે તીર્થક્ષેત્ર પાલિતાણાથી અશોક જૈનની ધરપકડ કરી હતી. રાજુ ભટ્ટના રિમાન્ડ પુર્ણ થયા બાદ તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આજરોજ અશોક જૈનના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અશોક જૈનના 16 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ મેળવવા માટે પોલીસે 11 મહત્વના મુદ્દાઓ રજુ કર્યા હતા.
રિમાન્ડ અંગેના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.
અશોક જૈને પિડીતીના ફોટા મોબાઇલમાં સેવ કરી તેને વાયરલ કર્યા હોવાથી મોબાઇલ રિકવર કરવા
અશોક જૈને મર્સિડીઝ કારમાં પિડીતીને બેસાડી હેલીગ્રીન્સ, એ – ટાવર, તેમજ પિડીતીના રહેણાંક નિસર્ગ ફ્લેટ એપાર્ટમેન્ટમાં જઇ દુષ્કર્મ આચર્યું હોવાથી તેણે ઘરે પહોંચી કાર ક્યાં પાર્ક કરી, ઘરમાં કઇ જગ્યાએ દુષ્કર્મ આચરવામાં આવ્યું, તે બાબતોને લઇ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવા
અશોક જૈનની મેડીકલ તપાસ કરવા માટે સીમેનનું સેમ્પલ લેવા ગોત્રી હોસ્પિટલમાંથી અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં લઇ જવા માટે જરૂરી કાર્યવાહી કરવા
પિડીતીના ફ્લેટની ચાવી અશોક જૈન પાસે હોવાથી દુષ્કર્મ પહેલા ફ્લેટમાં સ્પાય કેમેરા કોણે લગાડ્યા, કોના મારફતે લગાડવામાં આવ્યા, ક્યાંથી ખરીદવામાં આવ્યા તે બાબતે જરૂરી પુરાવા એકત્ર કરવા, તથા સ્પાટ કેમેરાનું મેમરી કાર્ડ રિકવર કરવા
અશોક જૈને દુષ્કર્મ સમયે પિડીતીના ફોટાઓ કઇ રીતે પાડ્યા, સ્પાય કેમેરામાંથી ફોટાઓ અશોક જૈન સુધી કેવી રીતે પહોંચ્યા, તે બાબતે જરૂરી તપાસ કરવા
પિડીતીના મિત્ર અલ્પેશ વાધવાણીને ફોટાઓ મોકલી કોને કોને મોકલ્યા, વાયરલ કરવામાં કોણ સંડોવાયેલા છે, તે અંગે જરૂરી તપાસ કરવા
દુષ્કર્મ બાદ અશોક જૈન ધરપકડથી બચવા મુંબઇ, લોનાવાલા, હોટલ તેમજ ગોવા અને ત્યાર બાદ પાલીતાણા, ખાતે હોટલમાં રોકાયેલા હોય તે અંગે તપાસ કરવા
પિડીતી સહારા ડીલ બાબતેનું કામ કરતી હોવાથી, સહારાની ડીલ બાબતે કોની કોની સાથે અશોક જૈને મીટીંગ કરી, અશોક જૈન પિડીતીને ઇન્વેસ્ટરોને ખુશ કરવા દબાણ કરતો હતો, આ ડીલમાં કોણ કોણ ઇન્વેસ્ટર છે, અને અન્ય કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવા
અશોક જૈનને ગુના કરવામાં કોણ કોણ સંડોવાયેલા છે, અને ગુનો કરવામાં કોણે મદદ કરી તે અંગે તપાસ કરવા
અશોક જૈન અને બુટલેગર અલ્પુ સિંધીનું ક્રોસ ઇન્વેસ્ટીગેશ કરવા
અશોક જૈન સત્ય હકીકત જણાવતો નથી, ગોળ ગોળ જવાબ આપે છે, ગુનાના મુળ સુધી પહોંચવા તેની પોલીસ કસ્ટડી મેળવવાના કારણો રજુ કર્યા હતા.