• ગત રોજ પાલિકાની સત્તાવર માહિતી અનુસાર કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 176 હતી
  • છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 281 પર પહોંચી, 3 દર્દીઓ વેન્ટીલેટર પર
  • શહેરમાં સૌથી કોરોના પોઝિટીવ દર્દીઓ પશ્ચિમ ઝોનમાં
  • પાલિકાના 716 ટીમો શહેરના 19 લાખ લોકોનુ ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરશે

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઇ હોવાના એંધાણો જોવા મળી રહ્યાં છે. કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં 10 મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પણ રદ્દ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. તદઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ સરકારી કાર્યક્રમો હાલ પુરતા મોકુફ રાખ્યા હોવાની જાહેરાત કરી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 281 પર પહોંચી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધતી જોવા મળી રહીં છે. બે દિવસ અગાઉ વડોદરામાં 24 કલાકમાં જ કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં 86 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બે દિવસ અગાઉ વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 181 નોંધાઇ હતી. જ્યારે ગત રોજ કોરોના દર્દીઓની સંખ્યા સહેજ ઘટાડો થતા 176 દર્દીઓ કોરોના પોઝિટીવ નોંધાયા હતા.

શહેરમાં આજથી જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમો દ્વારા જાહેર જગ્યાઓ પર ભીડ એકત્ર ન થાય તે માટે માઇક પર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અને કોવિડ ગાઇડલાઇનનું વધુમાં વધુ લોકો પાલન કરે તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના પાલન અંગે કડકાઇ શરૂ થાય તે પહેલાં જ કોરોના તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આજે કોરોનાના કેસોની સંખ્યા એક જ દિવસમાં 281 પર આવી પહોંચી છે. જે દર્શાવે છે કે કોરોનાનું તેજ ગતિથી સંક્રમણ વધી રહ્યું છે. અને બીજી તરફ લોકો કોવિડ ગાઇડલાઇનના પાલનમાં બેદરકારી દાખવી રહ્યા છે.

ઉલ્લેખની છે કે, લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત કોરોનાએ દસ્તક દેતા પાલિકાની આરોગ્ય ટીમ ફરી એક વખત એક્શનમાં આવી છે. ત્યારે શંકાસ્પદ દર્દીઓને ઝડપી શોધી કોરોનાનો વધતુ વ્યાપ અટકાવવા આવતિકાલથી એક અઠવીડાય સુધી 716 ટીમ બનાવવામાં આવશે. પાલિકાના આ ટીમો દ્વારા શહેરની કુલ સંખ્યા 19,19,526 લોકોનુ ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરી કોરોનાના શંકાસ્પદ દર્દીઓને શોધી ઝડપથી તેમની સારવાર હાથ ધરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud