• ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર માહિતી આપી
  • આ પહેલા 2017માં પત્ની સફાએ એક પુત્રને જન્મ આપ્યો હતો


WatchGujarat.વડોદરાનાં જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ ફરી વખત પિતા બન્યા છે. ઇરફાન પઠાણની પત્ની સફાએ દીકરાને જન્મ આપ્યો છે.જેની માહિતી ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર આપી હતી.

મળતી માહિતી મુજબ ઇરફાન પઠાણે સોશિયલ મિડીયા પર પુત્રને હાથ લઇને ફોટો શેર કર્યો હતો.આ ફોટો શેર કરતા લખ્યું હતુ કે સફા અને હું અમારા બેબી બોય સુલેમાન ખાનનું સ્વાગત કરીએ છીએ. બાળક અને માતા બંને સારા અને સ્વસ્થ છે. #આશીર્વાદ

અત્રે ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણનાં ઘરે બીજી વખત પારણું બંધાયું છે.આ પહેલા 2017માં પત્ની સફાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.જ્યારે આજે ફરી એક પુત્રને જન્મ આપતા ઇરફાન પઠાણ બે પુત્રનો પિતા બન્યો છે.

ઇરફાન પઠાણનાં ક્રિકેટ કારર્કિદીની વાત કરીએ તો ઈરફાન પઠાણ ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક હતો. તેણે તેની કારકિર્દીમાં કુલ 173 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 301 વિકેટ લેવાની સાથે 2821 રન બનાવ્યા છે. ઈરફાન પઠાણ ઘણા સમયથી ભારતીય ટીમની બહાર છે અને આખરે ઈરફાન પઠાણે 4 જાન્યુઆરી 2020 ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી..

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud