પોલીસ બુટલેગરોથી એક ડગલું આગળ રહે છે
ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી, દરમિયાન દારૂની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ટીમ એલર્ટ થઇ
તરસાલી ચોકડી પાસે સિદ્ધેશ્વર હીલ એપાર્ટમેન્ટ પાસે જઇ તપાસ કરતા બાતમીથી મળતો આઇશર ટેમ્પો મળી આવ્યો
પોલીસે ટેમ્પાના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક તથા દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ કરવાના ચક્રોગતિમાન કર્યા છે
WatchGujarat. વડોદરામાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરોએ કિમીયો વાપરીને રબરની સીટોનો સહારો લીધો હતો. પરંતુ શહેર ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે બુટલેગરોની ચાલ ઉંધી પડી છે. અને સમગ્ર કાર્યવાહીમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે રૂ. 5.08 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે. પરંતુ અહિં અવાર નવાર દારૂ પકડવામાં આવે છે. દારૂ ઘૂસાડવા માટે અનેક વખત બુટલેગરો કોઇને કોઇ નવો કિમીયો વાપરતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ બુટલેગરોથી એક ડગલું આગળ રહે છે. અને બુટલેગરોના કિમીયા નાકામ બનાવી દે છે. ગતરોજ વડોદરામાં આવી જ એક ઘટના બની છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન દારૂની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ટીમ એલર્ટ થઇ ગઇ હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે, તરસાલી ચોકડી પાસે સિદ્ધેશ્વર હીલ એપાર્ટમેન્ટ પાસે જઇ તપાસ કરતા બાતમીથી મળતો આઇશર ટેમ્પો મળી આવ્યો હતો.
આઇસર ટેમ્પામાં કોઇ ચાલક મળી આવ્યો ન હતો. ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ટેમ્પામાં લગાડેલી તાડપત્રી ખોલતા તેમાં રબરની સીટો મળી આવી હતી. આ અંગે વધુ ઉંડાણ પુર્વક તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની નાની મોટી મળીને 2208 નંગ બોટલો મળી હતી. જેની કિંમત રૂ. 5.08 લાખ થવા પામે છે. જે બાદ ટેમ્પામાં અન્યત્રે તપાસ કરતા બિલ્ટીઓ, ફાસ્ટ ટેગની સ્લિપ, ગાડીના પેપર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે રૂ. 6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં કોઇની ધરપકડ થઇ શકી નથી. પોલીસે ટેમ્પાના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક તથા દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.