વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પેરોસ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ કે.જે. વસાવા અને તેમની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા
માહિતીના આધારે પંકજ બચુભાઇ સંઘવી (રહે. સામીપ્ય ટેનામેન્ટ, ગોત્રી) ને શોધી કાઢી તેની પુછપરછ હાથ ધરવામાં આવી
WatchGujarat. રાજકોટમાં મસમોટુ બોગસ માર્કશીય કૌભાંડ સામે આવ્યું હતું. જે અંગેની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મામલે સંડોવાયેલા એકની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં વધુ લોકો સુધી તપાસને રેલો પહોંચે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પેરોસ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ કે.જે. વસાવા અને તેમની ટીમ શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન મળેલી માહિતીના આધારે પંકજ બચુભાઇ સંઘવી (રહે. સામીપ્ય ટેનામેન્ટ, ગોત્રી) ને શોધી કાઢી તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પંકજ સંઘવીની ખાત્રી કરી તપાસ કરતા તેની સામે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલો હોવાનું અને ચાર વર્ષથી તે ગુનામાં ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી પંકજ સંઘવી તથા અગાઉ પકડાયેલા પ્રકાશ ગોહિલ, સહિત અન્ય બે આરોપીઓ સામે પોતાના ફાયદા માટે અલગ અલગ યુનિવર્સિટીઓની બોગસ માર્કશીટ, જે વિદ્યાર્થીઓ શાળામાં છતાં તેમની પાસેથી પૈસા લઇને બોગસ માર્કશીટ આપવા મામલે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં તાજેતરમાં પણ વધુ એક બોગસ માર્કશીટ કૌભાંડ સામે આવ્યું હતું. જેના તાર રાજ્ય વ્યાપી ફેલાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આ મામલે રાજકોટમાં તપાસ ચાલી રહી છે. તપાસના અંતે અનેકની સંડોવણી સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.