• કંપનીમાં ઈન્વેસ્ટ કરાવવાનું કહી વડોદરાના યુવકને રૂ.2.91 લાખનો ચુનો ચોપડ્યો હતો
  • ઈન્વેસ્ટ કરાયેલા પૈસા પરત ન આવતા ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અગાઉ બે આરોપી પકડાઈ ગયા હતા
  • તપાસ દરમિયાન અન્ય બે જણાના નામ ખુલતા પોલીસે તેમને પકડી પાડ્યા હતા

WatchGujarat. વડોદરા શહેરના યુવકને ફ્લીપકાર્ટ મોલ મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્વેસ્ટ કરાવવાના બહાને ભેજાબાજોએ રૂ.2.91 લાખનો ચુનો ચોપડ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય ગુના સાથે સંડોવાયેલા બે જણા તપાસ દરમિયાન ઝડપાઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે ગઠીયાઓ સામે ત્રણ મહિના પહેલા ઠગાઇનો કેસ નોંધાયો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના અટલાદરાની કૈલાશ શિખર રેસીડન્સમાં રહેતા મિરલ ભિપેન્દ્ર નાયક (ઉ.વ.35) એ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. કે ભેજાબાજોએ એસએમએસ મોકલી પાર્ટ ટાઈમ કામ કરવા ફ્લીપકાર્ટ મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્વેસ્ટ કરાવાના બહાને આઈડી પાસવર્ડ બનાવડાવી ટાસ્ક આપ્યા બાદ ટુકડે ટુકડે કુલ રૂ.2.96 લાખ ઈન્વેસ્ટ કરાવ્યા હતા.

જે પૈસા ALGONQ TECHNOLOGY PVT. LTD. ના ડાયરેક્ટર વિનાયક ચંન્દ્રશેખ ગોવડા તથા વિશાલ હરીશકુમાર બંને (રહે, બેન્ગલોર) તથા લોટસ એન્ટરપ્રાઈઝના ખાતેમાં ટ્રાન્સફર થયા હતા. આ પૈસામાંથી ભેજાબાજોએ મિરલને રૂ.4700 પરત કરી દિધા હતા. પરંતુ બાકીના પૈસા પરત ન કરતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અગાઉ વિનાયકને અને હરીશકુમારને ઝડપી પાડ્યા હતા. અને તેમની પુછપરછ દરમિયાન કશ્યપ હિતેષ જોષી(ઉ.વ.22) અને મિલન અશોક વાઘ(ઉ.વ.23)(બંને રહે, મહુવા, ભાવનગર)નુ નામ ખુલ્યું હતું. જેમને પોલીસે મહુવાથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners