• ઈન્શોરન્સ તેમજ લોનના બહાને આધેડને લાખોનો ચુનો ચોપડ્યો
  • અલગ અલગ કંપનીના ઈન્શોરન્સ અને લોનના નામે કુલ રૂ.12.12 લાખ પડાવી લીધા હતી
  • વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ હાથ ધરી
  • ભેજાબાજોએ ઓનલાઈન અને બેંક થકી 24 ટ્રાન્ઝેકશન કરાવી પૈસા પડાવ્યા હતા

WatchGujarat.  વડોદરા શહેરના એક ખાનગી હોસ્પિટલમાં હાઉસ કિપિંગ તરીકે નોકરી કરતા આધેડને ભેજાબાજોએ અલગ અલગ કંપનીની ઈન્શોરન્સ પોલીસી લેવા તેમજ લોન લેવા અને પ્રોશેસીંગની ફીના બહાને રૂ.12.12 લાખ ઉપરાંતનો ચુનો ચોપડી દિધો હતો. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી આગળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની મૃદગ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ નરોત્તમભાઈ પરમાર(ઉ.વ.51) બેંકર હોસ્પિટલમાં હાઉસ કિપિંગ તરીકે નોકરી કરે છે. તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી જણાવ્યું છે કે, ગત વર્ષ 2019 દરમિયાન ઈન્શોરન્સ માટે અલગ અલગ ફોન નંબર પરથી મહિલાઓનો ફોન આવ્યો હતો અને તેમને બજાજ ફાઈનાન્સ માંથી બાલતા હોવાની ઓળખ આપી હતી. પરંતુ મને પોલીસી લેવામાં કોઈ રસ ન હોવાથી ત્યારે મે ઈન્શોરન્સ લોવાની ના પાડી દિધી હતી.

ત્યારબાદ રાહુલ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેને અલગ અલગ કંપનીની પોલીસી તેમજ લોન અંગે માહિતી આપી વિશ્વાસ લીધો હતો અને પોલીસી અને લોન પ્રોસેસીંગના બહારે ઓનલાઈન પેમેન્ટ અને કુલ 24 બેંક ટ્રાન્ઝેકશન કરાવી કુલ રૂ.12.12 લાખ ઉપરાંત પડાવી લીધા હતા. જે પૈસા આજદિન સુધી પરત ન આવતા પ્રવીણભાઈએ વડોદરા સાયબર ક્રાઈમમાં રાહુલ શર્મા, સાનીયા, પુજા, આકાશ ચૌધરી અને બેંક ખાતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners