મુળ મુંબઈની યુવતી સહિત તેના ભાઈના ફોટો એડીટ કરી બદનામ કરવાનો મામલો સાયબાર સેલમાં નોંધાયો
યુવતીની પરિચીતે તેના ફોટો એડીટ કરી અશ્લીલ કોમેન્ટો કર્યા હતા
સમગ્ર મામલે વડોદરા સાયબર સેલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
WatchGujarat. વડોદરા શહેરમાં રહેતી યુવતી સહિત તેના ભાઈનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી બદનામ કરવાના ઈરાદે ફોટો એડીટ કરી તેના પર અશ્લીલ કોમેન્ટ કરવાનો મામલો વડોદરા સાયબર પોલીસ સ્ટેસનમાં નોંધાયો છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, મુળ મુંબઈના અને હાલ વડોદરા શહેરના અટલાદરા વિસ્તારના આર્યા એંકલાવ વેલાનીમાં રહેતા સ્ટેફિના વિક્કી વિશનોય (ઉ.22 વર્ષ) એ તેમની ફરિયાદ વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં આપી જણાવ્યું છે કે, ગત તા.12મી જુલાઈના રોજ મારા ભાઈ ડેનીયલ દાલમેટનો ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે, એક ઈન્સ્ટગ્રામ આઈડી ઉપર તારા ફોટો છે. તેમજ મારા ફોટો પણ છે.
આ ઈન્સ્ટા આઈડી ઉપર અમને બદનામ કરવાના ઈરાદે અશ્લીલ કોમેન્ટ્સ સહિત અમારા ફોટો એડીટ કરી અપલોડ કરવામાં આવ્યા છે. આ આઈડી મે ચેક કરતા આ તમામ પોસ્ટ મને જોવા મળી હતી. મને જાણ હતી કે આ પોસ્ટ કેરોલીની બેની વાયગર (રહે, ઉતાન ઈનદીરા નગર લિઘટ હાઉસ રોડ ભયનદર વેસ્ટ થાને મુંબઈ) એ મુકી છે. જેથી મારી પાસે તેનો નંબર હોવાથી મે તેને ફોન કર્યો હતો. અને તેને પોસ્ટ ડીલીટ કરવા જણાવ્યું હતું.
આ પ્રકારની પોસ્ટ ડીલીટ કરવાનું કહેતા તેને પોસ્ટ ડીલીટ કરી ન હતી અને સામેથી ફોન ઉપર મને અપશબ્દો ભાંડ્યા હતા. આ મામલે મે વડોદરા સાયબર ક્રાઈમમાં ગત તા.13 જુલાઈના રોજ અરજી કરી હતી. સમગ્ર ઘટના અંગે વડોદરા સાયબર સેલે ગુનાઇત ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.