વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતી હોવાનો દાવો સાશકો દ્વારા કરવામાં આવી રહ્યો છે
આજવા રોજ પર આવેલા ગોકુલ ટેનામેન્ટમાં રહેતો મહર્ષિ આજરોજ વહેલી સવારે સાયકલ ચલાવવા નિકળ્યો
એકતા નગર પાસે સાયકલ સવારનું ટ્રકની અડફેટે મોત
રસ્તાની બાજુમાં કાદવ કિચડના સામ્રાજ્યની સમસ્યા દુર નહિ કરાતા સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ
WatchGujarat. વડોદરાના આજવા રોડ પર વહેલી સવારે સાયકલ ચલાવવા નિકળેલા કિશોરનું ટ્રકની અડફેટે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રકમાં પેવર બ્લોક ભરેલા હતા. અકસ્માતના સ્થળ પાસે કાદવ – કીચડની સમસ્યા અંગે અગાઉ સ્થાનિકોએ તંત્રને રજુઆત કરી હતી. જેનું આજદિન સુધી કોઇ સમાધાન મળી શક્યું નથી.
https://youtu.be/ZmLbwiEZKxM
વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતી હોવાનો દાવો સાશકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ જમીની હકીકત કંઇ ઓર જ છે. ચોમાસાની રૂતુમાંતો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય નજરે પડે છે. જેને કારણે અવાર નવાર સ્થાનિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. આજરોજ શહેરના આજવા રોડ પર અકસ્માતની કમકમાટીભરી ઘટના સામે આવી હતી.
ટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજવા રોજ પર આવેલા ગોકુલ ટેનામેન્ટમાં રહેતો 13 વર્ષિય મહર્ષિ આજરોજ વહેલી સવારે સાયકલ ચલાવવા નિકળ્યો હતો. સાયકલ ચલાવતા તે એકતા નગર નાકા પાસે પહોંચ્યો ત્યાં તો પેવર બ્લોક ભરેલી ટ્રકે તેને અડફેટે લીધો હતો. અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વહેલી સવાલે લોકટોળા સ્થળ પર એકત્ર થયા હતા. સમગ્ર મામલે બાપોદ પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિક વિપુલ દરજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી પાલિકા દ્વારા જે સ્થિતી કરવામાં આવી છે તેનો કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના સાથે છોકરા સાથે અકસ્માતની ઘટના બની છે. તંત્ર સંપુર્ણ પણે નિંદ્રાધીન છે. સામાન્ય પ્રજા માટે કોઇને લાગણી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે રસ્તા પર અકસ્માત થયો છે તેની બાજુમાં કાદવ – કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો પાલિકા દ્વારા સ્થાનિકોની ફરિયાદ બાદ આ સમસ્યા દુર કરી હોત તો અકસ્માત કદાચ ટાળી શકાયો હોત. હવે પાલિકા તંત્રએ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે શું કામગીરી કરવામાં આવશે તેના પર સૌ કોઇની નજર છે.