• મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સુશાસન સપ્તાહ ના ભાગરૂપે આરોગ્ય વિભાગ આયોજિત સાયક્લોથોન ને કરાવ્યું પ્રસ્થાન
  • સુશાસન સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય ખાતાએ રાજ્યમાં 2700 થી વધુ સ્થળોએ બિન ચેપી રોગો થી બચાવની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજ્યું

WatchGujarat. મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ આયોજિત સાયકલોથોનને ભાયલી આરોગ્ય કેન્દ્ર ખાતે થી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયત ના અધ્યક્ષ અશોક પટેલ, ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ પ્રસ્થાનમાં તેમની સાથે જોડાયા હતા.

આજે ફીટ ઇન્ડિયા,ફીટ ગુજરાત મૂવમેન્ટ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જિલ્લાની 178 આરોગ્ય સંસ્થાઓ ખાતે સાયકલોથોન યોજવામાં આવી જેમાં સરકારી ખાનગી તબીબો અને સાયકલવીરો સહિત 2600 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તંદુરસ્ત રહેવા માટે યોગ અને વ્યાયામ કરો,સાયકલ ચલાવો તેવો અનુરોધ કરતાં મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે સાયકલ નું ચક્ર આરોગ્ય જાળવીને જીવન ચક્રને ગતિશીલ રાખવામાં મદદરૂપ બને છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતાં ત્યાર થી ગુજરાતમાં અનેક યોજનાઓ અને સુવિધાઓ દ્વારા રમત ગમત ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આજે સુશાસન સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય ખાતાએ રાજ્યમાં 2700 થી વધુ સ્થળોએ બિન ચેપી રોગો થી બચાવની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજ્યું તેને બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે સયાજીરાવ મહારાજના સમય થી વડોદરાના જનજીવનમાં ખેલ પ્રવૃત્તિઓને અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે આ કાર્યક્રમમાં જોડાયેલા રમતપ્રેમીઓ નું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમ થી આરોગ્ય જાગૃતિ માટે વ્યાયામની અનિવાર્યતા નો સંદેશ મળે છે તેવી લાગણી વ્યકત કરતાં ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકાર યુવા સમુદાય ને આરોગ્ય જાગૃતિ માટે પ્રેરિત કરવા આ પ્રકારની પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહિત કરે છે.

જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે જીવનશૈલી વિષયક રોગો સામે બચાવની જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગે રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજ્યો છે. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ તથા આ વિસ્તારના નગર સેવિકા ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સંસ્થાઓ અને આ વિસ્તારની સ્ટર્લિંગ,બેન્કર, જ્યુપિટર હોસ્પિટલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. પેડલિંગ ફોર ફિટનેસ સહિતની સાયકલિંગ પ્રોત્સાહક સંસ્થાઓના સાયકલપ્રેમીઓ અને બાળ સાયકલવીરો ઉત્સાહભેર જોડાયાં હતાં.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સંકલિત કાર્યક્રમનું સંચાલન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો.નીરજે સૌ ને આવકાર્યા હતા.સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે 5 કિમી ની સાયકલયાત્રાનું સમાપન થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud