વડોદરા શહેરના સોશ્યિલ મીડિયામાં ડી-માર્ટના નામે લિંક વાયરલ કરવામાં આવી
ડી-માર્ટ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરીને રૂપિયા પાંચ હજાર સુધીની ડિસ્કાઉન્ટ કૂપનનો દાવો કરતી લિંક વાયરલ
આ લિંક દ્વારા લોકોના નામ, મોબાઈલ નંબરસહિતની વિગતો ભેગી કરવાનું કાવતરૂ જોવા મળી રહ્યું છે
શહેરના સાયબર સીક્યોરિટી એક્સપર્ટ દ્વારા લોકોને આ મામલે ચેતવવામાં આવ્યા
WatchGujarat. દેશભરમાં એક તરફ ડી-માર્ટના ફાઉન્ડર રાધાકિશન દામાણીનું નામ દેશના અમીર વ્યક્તિની યાદીમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે. આ સમયે વડોદરા શહેરના સોશ્યિલ મીડિયામાં જાણીતી રીટેઈલ ચેઈન ડી-માર્ટ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરીને રૂપિયા પાંચ હજાર સુધીની ડિસ્કાઉન્ટ કૂપનનો દાવો કરતી લિંક વાયરલ થઈ રહી છે. જોકે આ લિંક વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેરના સાયબર સિક્યોરિટી એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા લોકોને ચેતવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની લિંક તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. જેથી તેનાથી સાવધાન રહેવાની જરૂર છે.
આ લિંકનું સાયબર સિક્યોરિટી એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા 360 ડિગ્રી એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તમામ ચકાસણી પૂર્ણ કર્યા બાદ તેમણે નોંધ્યું છે કે, ફેબ્રુઆરી 2021માં પણ આજ પ્રકારની લિંક સાયબર સ્પેસમાં ફરતી હતી. તેજ પ્રમાણે જાન્યુઆરી 2018માં પણ 2500ના વાઉચરની ફેક લિંક સાયબર સ્પેસમાં સામે આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં જે લિંક સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ છે, જે અગાઉના તમામ ડીમાર્ટ ફેક લિંકની તુલનાએ સૌથી વધુ ઘાતક સ્વરૂપ ધરાવે છે. તેમજ મોટી સંખ્યામાં સોશ્યિલ મીડિયાના માધ્યમથી ફેલાઈ રહી છે. તેમજ તાજેતરમાં જ ડીમાર્ટના માલિક રાધાકિશન દામાણી દુનિયાના 100 ધનાઢ્ય લોકોની યાદીમાં પોહચ્યાં એટલે થોડાક દિવસમાં તે બાબતોને લઈને પણ ફેક લિંક કે ગિફ્ટ કાર્ડ આવી શકે છે.
[caption id="attachment_557947" align="aligncenter" width="640"] સાયબર અને થ્રેટ એનાલિસીસ એક્સપર્ટ મયુર ભુસાવળકર[/caption]
ડોમેઈન નેમ સાથે ચેડાં કરાયા
ડીમાર્ટના નામે વાયરલ થયેલી આ લિંકમાં ડોમેઈન નેમ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. સાથેજ "હુ ઇઝ " ડિટેઇલને પણ હાઇડ કરવામાં આવી છે. આ લિંકમાં ડોમેઈન રજીસ્ટ્રેશનમાં યુઝર્સને છેતરવા માટે ટોપ લેવેલના નેક્સટ જનરેશન ડોમેઈનના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારના સમયમાં સંપૂર્ણ દુનિયામાં સાયબર અપરાધીઓની પ્રથમ પસંદગી .xyz ડોમેઈન એક્સટેન્શન બની ચૂક્યું છે. જેનો ખાસ કરીને યુઝરના ડિવાઇસમાં સ્પાય કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ડીમાર્ટની લિંક પણ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અત્યારની લિંક યુઝરના મોબાઈલના કોન્ટેક અને ગેલેરી પર તરાપ મારી રહી છે. સાથેજ લોગ ડેટાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર પર મોકલી રહી છે.
ઓનલાઈન ઠગોથી સાવધાન
પ્રાથમિક દર્ષ્ટીએ આ લીંક દ્વારા લોકોના નામ, મોબાઈલ નંબરસહિતની વિગતો ભેગી કરવાનું કાવતરૂ જોવા મળી રહ્યું છે. સાયબર ગઠીયાઓ દ્વારા આ પ્રકારની લીંક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. જેથી લાલચમાં આવીને લોકો લીંકમાં પોતાની વિગતો ભરે અને તેના દ્વારા ગઠીયાઓને લાભ મળે. આ અગાઉ પણ આવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. જેમાં સાયબર ગઠીયાઓ દ્વારા આવી લિંક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હોય છે. ઉપરાંત કેટલાંક સાયબર ગઠીયાઓ આબેહૂબ સરકારી વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપીંડી કરતાં હોય છે. જેથી જ્યાં સુધી કોઈ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ આવી લીંકનો ઉપયોગ કરવો ન જોઈએ. સાથે આવા ઓનલાઈન ઠગોથી સાવધાન રહેવું જોઈએ.
ઠગાઇથી બચવા આટલું કરો
આ વિશે વાત કરતાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટ મયુર ભુસાવળકરે ખાસ જણાવ્યું હતું કે આ પ્રકારની લિંક તમારી પાસે આવે તો લોકોએ કેવી કાળજી રાખવી જોઈએ.
1) આવી કોઈ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહીં કે તેને ફોરવર્ડ કરવી નહીં.
2) જો લિંક પર ક્લિક કરેલ હોય તો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરવો અને તમામ લોગીન ક્રેડેન્શિયલ ના પાસવર્ડ બદલવા.
3) સોશ્યિલ મીડિયા માં ઓટો ડાઉનલોડ ઓફ રાખવું.
4) જરૂર ના હોય તો ડેટા કનેક્શન પણ ઓફ રાખવુ પરિણામે ઝીરો ક્લિક એટેક થી બચી શકાય.
5) લાલચ આપતી તમામ ઓફરો થી દૂર રહેવું.