• 24 માર્ચે ખેતરમાં કામ કરતી વેળાએ 19 વર્ષિય યુવતિએ કુદરતી હાજતે જવાનું કહીને બહાર ગઇ હતી
  • કલાક સુધી યુવતિ પરત નહિ ફરતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, દરમિયાન તેનો મોબાઇલ બંધ હતો
  • બીજા દિવસે યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં તેણીની ગળે ટુંપો દઇને હત્યા કરવામાં આવી હોવાનું જોવા મળ્યું
  • પોલીસે વિવિધ ટીમ બનાવી ગુનાની તપાસ આદરતા યુવતિનો તેના બનેવી જોડે લગ્નેત્તર સંબંધ હોવાનું સામે આવ્યું

WatchGujarat. ડભોઇ પોલીસ સ્ટેશનની હદના મંડાળા ગામની સીમમા દિપકભાઇ કાંતીભાઇ પટેલના દિવેલા વાળા ખેતરના સેઢા પાસેથી એક 19 વર્ષની યુવતિ અંજૂની લાશ મળી હતી. મંડાળા ગામે જશાભાઇ પટેલનાકુવા ઉપર કામ કરતા કાંડીયાભાઇ વસાવાની દીકરી અંજૂ 24 માર્ચ બપોરે કુદરતી હાજતે જવાનું કહીને ગઇ હતી. જે પરત ફરી ન હતી. પરંતુ બીજા દિવસે તેનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા ઇસમે મોત નીપજાવ્યું હોવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મામલે પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાથમિક માહિતી પ્રમાણે તેણીને તેના બનેવી સાથે સંબંધ હતો. સાળી ગળે પડશે તેમ માની બનેવીએ જ તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામાલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ડભોઇ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત નોંધાયેલા ગુના સંદર્ભે સ્ત્રી અત્યાચારના વણશશોધાયેલ ખુનના ગુનાના કામ વડોદરા ગ્રામ્ય જીલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનીક ડભોઇ પોલીસની અલગ અલગ ટીમો બનાવી વિવિધ  મુદ્દાઓ ઉપર તપાસણી હાથ ધરી હતી. દરમ્યાન એલ.સી.બી. ટીમને ટેકનિકલ સર્વેલન્સ તેમજ કુટુંબના સભ્યોની પુછપરછ કરી હતી. જેમાં મહત્વની કડી હાથ લાગી છે.

અંજૂના બનેવી મુકેશ ડુંગરાભીલની પુછપરછ દરમ્યાન જાણવા તેણે જણવ્યું કે, અંજૂને તેના બનેવી સાથે લગ્નેતર સંબંધ હતો. સંબંધ હોવાથી અંજૂ અવાર નવાર તેના બનેવી સાથે ઝઘડો કરતી હતી. એટલું જ નહિ અંજૂ તેને રાખી લેવા જણાવતી હતી. આ પ્રકારના દબાણ ના થવાનું થયું.  અંજૂ બનેવીને ગળે પડશે તેવું માનીને તેણે તેને ગળે ટુંપો દઇને મારી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ અંજૂના બનેવીની પુછપરછ ચાલું છે. પોલીસ તપાસ બાદ કેમ, અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો સહિતની વિગતો સામે આવશે તેવું મનાઇ રહ્યું છે. અંજૂ સગર્ભા હતી.

વડોદરા શહેર જિલ્લામાં મહિલાઓ સામે વધતા ગુના ચિંતાનજક સ્તર પર છે. આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થાય તે અંગે વહીવટી તંત્રએ સઘન વિચાર કરવો પડશે.

Facebook Comments Box

Videos

Our Partners