• વડોદરા એસઓજી ગ્રામ્યએ ગત રોજ વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધર્યું હતું
  • બાતમીના આધારે ત્રણ જણા 2 દેશી પીસ્તોલ સાથે ઝડપાયા
  • અન્ય એક ઈસમ પણ દેશી તમંચા સાથે ઝડપાયો
  • ડભોઈ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ ડભાઈ વેગા ચોકડી પાસેથી એસઓજી ગ્રામ્યની ટીમે વાહન ચેકીંગ દરમિયાન 2 દેશી પીસ્તોલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. 2 પીસ્તોલ રૂ.30 હજારની કબ્જે કરી હતી. જ્યારે અન્ય બીજા બનાવમાં ડભોઈના તરસાણા ફાટક પાસેથી એક ઈસમ દેશી તમંચા સાથે ઝડપાઈ ગયો હતો. બંને મામલા અંગે ડભોઈ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ,. ગત તા. 26 ના રોજ વડોદરા એસ.ઓ.જી ગ્રામ્યની ટીમે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ડભોઈ વેગા ચોકડી, છોટાઉદેપુર રોડ, બ્રીજના છેડે ત્રણ ઈસમો દેશી હાથ બનાવટની માઉઝર પીસ્તોલ(અગ્નિશસ્ત્ર) લઈને આવવાના છે.

એઓજીની ટીમ તાત્કાલીક બાતમી વાળા સ્થળે પહોંચી હતી. અને ત્યાં તપાસ કરતા નિલેશભાઈ રમેશભાઈ રાઠવા(ઉ.વ.24)(રહે,ભોરદા ગામ, છોટાઉદેપુર), રાકેશભાઈ મગનારામ જાટ(ઉ.વ.19) તથા સત્યનારાયણ મુલારામજી જાટ(ઉ.વ.28)(બંને રહે, હાલ સિંધરોટ ગામ, અને મુળ રાજસ્થાના) બે દેશી પીસ્તોલ સાથે મળી આવ્યા હતા. એસઓજીએ તેઓની અટકાયત કરી 2 પીસ્તોલ(રૂ.15-15હજારની) રૂ.30 હજારની કિંમતની કબ્જે કરી હતી. ઉપરાંત પાંચ મોબાઈલ રૂ.10 હજારની કિંમતના મળી પોલીસે કુલ રૂ.40 હાજરનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે આ વિસ્તાર ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં હોવાથી ત્યાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જ્યારે કાલે જ એસઓજીએ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ દરમીયાન બાતમીના આધારે દેશી તમંચા સાથે અરવિંદભાઈ કિડીયાભાઈ રાઠવા (ઉ.વ.27)(રહે, કનલવા ગામ, છોટાઉદેપુર)ને ડભોઈ તરસાણા ફાટક પાસેથી પકડી પાડ્યો હતો. એસઓજીએ રૂ.5 હજારનો તમંચો કબ્જે કર્યો હતો. અને ડભોઈ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud