બજારમાં ફફ્ડાનો ભાવ કિલોના રૂ. 500 થી રૂ.1000 સુધી બોલાય છે
ફફ્ડા- જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે
આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદ થયેલા ધંધા રોજગારના કારણે કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે
WatchGujarat. આવતીકાલે દશેરા છે અને દશેરાની મુખ્ય વાનગી એટલે ફાફડા અને જલેબી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો લોકોમાં ક્રેઝ છે. દશેરાના પાવન પર્વે લોકો અવશ્ય ફાફડા-જલેબીની જયાફત લેતા હોય છે. દર વર્ષની જેમ ફાફડા-જલેબી ખાવાની એક પરંપરા થઇ ગઈ છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે આ વર્ષે કોરોના કાળના કારણે મંદી વચ્ચે ફાફડા-જલેબીના ભાવ ભારે ઊંચકાયા છે. તેલ, બેસન, ગેસના ભાવમાં સતત વધારાને કારણે ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ ભાવવધારાની ખાણીપીણીના શોખીન લોકો પર ભાવ વધારાની કોઇ અસર દેખાતી નથી. ત્યાં લોકો દશેરાના નિમિતે ફાફડા-જલેબી ખાવા માટે ફરસાણની દુકાન પર અત્યારથી જ ઉમટી રહ્યાં છે. અને, ફાફડાં-જલેબીના વેપારીઓને ઓર્ડર આપી રહ્યાં છે.
આ બાબત અંગે વડોદરાના ફરસાણ માર્કેટ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બજારમાં ફફ્ડાનો ભાવ કિલોના રૂ. 500 થી રૂ.1000 સુધી બોલાય છે. જ્યારે શુધ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.500 થી 1000 ભાવ ચાલી રહ્યા છે. ફફ્ડા- જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે. આટલા મોંઘા ફફડા બનાવવા માટે વપરાતું બેસન વેપારીઓને માત્ર રૂ.80 કિલો લેખે મળે છે. જયારે સીંગતેલ રૂ.200 કિલો વેચાણ થઈ રહ્યુ છે. જેમાંથી ફફ્ડા તૈયાર કર્યા બાદ વેપારીઓ એટલો બધો નફો ચડાવે છે કે ફાફ્ડા ખરીદવા મોઘા પડી જાય છે. ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો અઢીસો ગ્રામ ફાફ્ડા અને અઢીસો ગ્રામ જલેબીમાં ગળે, તાળવે પણ થાય નહી. પરંતુ વેપારીઓએ ફફ્ડા-જલેબીના ભાવ આસમાને પહોંચાડીને દશેરા જેવા તહેવારની મજા બગાડી નાખી છે.
જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદ થયેલા ધંધા રોજગારના કારણે કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે.જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીના કિંમતમાં ભાવ વધારી દીધા છે.મોંફહવારીના કારણે પણ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો કરાયો છે.જોકે આ વખતે સ્થિતિ જુદી તરી આવે છે. મોંઘવારી પણ સાતમા આસમાને છે. તેલના ભાવ ભડકે બળી રહ્યા છે.ખાણીપીણીના શોખીનને મોંઘવારી ના દેખાય પરંતુ સામાન્ય વર્ગના લોકોને આ મોંઘવારીમાં ફાફડા-જલેબી ખાવા કે પછી માત્ર ચાખવા તે સૌથી મોટો પ્રશ્ન તેમના માટે થઇ ગયો છે.
- બજારમાં ફફ્ડાનો ભાવ કિલોના રૂ. 500 થી રૂ.1000 સુધી બોલાય છે
- ફફ્ડા- જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે
- આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદ થયેલા ધંધા રોજગારના કારણે કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે