• વડોદરા જિલ્લા AAP-કોંગ્રેસના અનેક આગેવાનો-કાર્યકર્તાઓ  ભાજપમાં જોડાયા
  • ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં નેતાઓએ ધારણ કર્યો કેસરીયો

WatchGujarat. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસના વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આજે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં વિજય સુવાળાથી લઈને આશરે 1000 જેટલા આપના કાર્યકરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે આજે ફરીથી વડોદરા જિલ્લામાં ભાજપે આપ-કોંગ્રેસમાં ગાબડુ પાડ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ પ્રકારની ઘટનાઓ વધુ તેજ બનશે તેવું જાણકારોનું માનવું છે.

આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોએ પાર્ટી છોડી ગાંધીનગર કલમ ખાતે પ્રદેશના નેતાઓના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટી પ્રદેશ સહ મંત્રી અને બરોડા ડેરીના ડિરેક્ટર સતિષ મકવાણા, વડોદરા વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જયશ્રીબેન ગોહિલ સહિત 250 લોકો છોડી જોડાયા છે. વાઘોડિયા તાલુકા કોંગ્રેસમાં પણ ભંગાણ થઈ સર્જાયું છે. તાલુકાના કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તમામ મળીને ત્રણ બસ ભરીને આગેવાનો અને કાર્યકર્તાઓ આજે બપોરે કમલમ ખાતે પહોંચ્યા હતા. અને ભાજપ પ્રદેશ મહામંત્રીના હાથે કેસરીયો ધારણ કર્યો છે.

બીજી તરફ AAP ગુજરાત વિધાનસભામાં મોટો ફરક પાડી શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કેવી રીતે જીતશે તે પણ મોટો પ્રશ્ન છે કેમ કે, આપના મોટા ભાગના નેતા કે કાર્યકર મોકો મળતા જ ભાજપનો ખેસ પહેરી લે છે. આગામી સમયમાં પાર્ટી બદલવાનો સિલસિલો ચાલુ જ રહેશે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ પ્રકારની ગતિવીધી તેજ બનશે. આ સિલસિલો ટીકીટ વહેંચણી સુધી ચાલુ રહે તો નવાઇ નહિ.

Facebook Comments Box

Videos

Our Partners