• આજરોજ કલેક્ટર કચેરી રજૂઆત પહોંચેલા વિકાસ દૂબે તથા સ્થાનિકોએ ભારે સુત્રોચ્ચાર કર્યા
  • ફતેગંજ વિસ્તારમાં હિંદુઓના મકાનો લધુમતી સમુદાયના લોકો લઇ રહ્યા છે
  • સમતુલન ન ખોરવાય તે માટે સમગ્ર ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ પ્રબળ બની – વિકાસ દૂબે

WatchGujarat. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોનો મોરચો યુવાનેતા વિકાસ દુબેના નેતૃત્વમાં કલેક્ટર કચેરી પહોંચ્યો છે. અને આ અંગેની ધારદાર આર.ડી.સીને ધારદાર રજૂઆત કરીને આવેદન પત્ર સુપરત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આજરોજ કલેક્ટર કચેરી રજૂઆત પહોંચેલા વિકાસ દૂબે તથા સ્થાનિકોએ ભારે સુત્રોચ્ચાર કર્યા છે. અને આખીય કલેક્ટર કચેરી ગજવી મુકી છે. વિકાસ દૂબેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફતેગંજ વિસ્તારમાં હિંદુઓના મકાનો લધુમતી સમુદાયના લોકો લઇ રહ્યા છે. ત્યારે વિસ્તારનું સમતુલન ન ખોરવાય તે માટે સમગ્ર ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ પ્રબળ બની છે. તેની સાથે ફતેગંજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને નોનવેજના વેચાણ સામે પગલાં ભરવાની માંગ કરવામાં છે.

સ્થાનિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મુસ્લિમ વ્યક્તિ વસવાટ કરવા આવે તો હિન્દુઓનું સ્થળાંતર થાય તેવી સ્થિતી સર્જાઇ શકે છે. અહિં હિંદુ વિસ્તારની એક સોસાયટીમાં મિલકત ખરીદનાર વ્યક્તિએ સોસાયટીના મુખ્ય રસ્તા પર લોખંડનો દરવાજો બેસાડી દીધો છે. જેનાથી સ્થાનિક રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ દરવાજાના કારણે ઇમરજન્સી વાહનોને સોસાયટીમાં પ્રવેશવામાં તકલીફ થશે. હાલના તબક્કે આ પ્રકારના વેચાણ દસ્તાવેજ તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ. તથા અમે ભાજપા સાથે જોડાયેલા છે. અને સરકાર અમારી માંગ માનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners