બનાવટી લાયસાન્સ પર ચાલતું હતું જંતુનાશ દવાનું વહેચાન
અધિકારીને શંકા જતા પડ્યા હતા દરોડા અને હકીત બહાર આવી હતી
અધિકારીઓએ દવાનો જથ્થો સીઝ કરી ગોરવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી
ગોરવા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરમાં બનાવટી સર્ટીફિકેટ હેઠળ જંતુનાશક દવાનું વેચાણ કરવા મામલે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે કંપનીના પ્રોપરાઇટર સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે જ દવાનો જથ્થો સીઝ કર્યો હતો.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, ધ્રુવ છબીલભાઈ કોટેચા (રહે-સીટીઝન સોસાયટી ઇલોરાપાર્ક,વડોદરા) કુબેર એન્ટરપ્રાઇઝના નામે વડોદરા શહેરના ગાંધી ઓઇલ મીલ કમ્પાઉન્ડ નજીક ભગવતી નગર ખાતે કંપની ધરાવે છે. ધ્રુવને જંતુનાશક દવાનું વેચાણ કરવા લાયસન્સની જરૂરત હતી. જેથી તેને લાયસન્સ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીમાં ખામી જણાઈ આવતા તેની પૂર્તતા હેતુ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વડોદરા જિલ્લામાં નાયબ ખેતી નિયામક કચેરીમાં ઇન્ટ્સેક્ટિસાઈડ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કોમલબેન પટેલએ ધ્રુવ કોટેચાનો સંપર્ક સાંધ્યો હતો.
કોમલબેન પટેલે ધ્રુવનો સંપર્ક સાંધતા ધ્રુવે જણાવ્યું હતું કે, મને જંતુનાશક દવાના વેચાણ માટેનું લાયસન્સ મળી ગયું છે. આ વાતે ચોકી ઉઠેલા કોમલબેને ઓનલાઇન અને ધ્રુવના લાયસન્સની ચકાસણી કરતા તેમને જાણવા મળ્યું હતું કે આવા પ્રકારનું કોઈ પણ લાયસન્સ ઇસ્યુ નથી થયું. જેથી ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ધ્રુવ જ્યા જંતુનાશક દવાનું વેચાણ કરતો હતો, તે સ્થળ પર ટિમ ધસી જઇ ચકાસણી હાથ ધરી હતી. અને જેમાં જંતુનાશક દવાના વેચાણનું બનાવટી લાયસન્સ મળી આવ્યું હતું. આ બનાવટી લાયસન્સમાં જે.એમ.પરમાર નામના અધિકારીની ડિજિટલ સિગ્નેચર દર્શાવવામાં આવી હતી. ખરેખર સરકારી નીતિમાં ડિજિટલ સાઇન કરવાની પદ્ધતિ ઉપલબ્ધમાં નથી. અને સાથેજ જે.એમ.પરમાર નામના કોઈ અધિકારી પણ ખેતીવાડી વિભાગમાં ન હતા. આ મામલે જંતુનાશક દવા નિયમોના ભંગ તેમજ જંતુનાશક દવા અધિનિયમ હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. અને સાથેજ દવાનો જથ્થો સીઝ કર્યો હતો.
આ મામલે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી . ફરિયાદના આધારે પોલીસે કંપનીના પ્રોપરાઇટર સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- બનાવટી લાયસાન્સ પર ચાલતું હતું જંતુનાશ દવાનું વહેચાન
- અધિકારીને શંકા જતા પડ્યા હતા દરોડા અને હકીત બહાર આવી હતી
- અધિકારીઓએ દવાનો જથ્થો સીઝ કરી ગોરવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી
- ગોરવા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી