શાર્ક ટેન્ક શોમાં એન્ટ્રી લેવી અધરૂ કામ કારણ કે તેમના ક્વોલીફીકેશન સ્ટાન્ડર્ડ ખુબ જ અઘરા છે
એક વર્ષની અથાગ મહેનત બાદ વર્ષ 2018 માં ક્રૃવિલ પટેલે ખાઇ શકાય તેવી ચમચી બનાવી
ક્રૃવિલ પટેલની કંપનીને અમેરીકાના સ્ટાર્ટ અપના વિશ્વવિખ્યાત શો શાર્ક ટેન્કમાં એન્ટ્રી લીધી
અમારી કંપની દ્વારા હાલ ઉપયોગમાં લીધા બાદ ખાઇ શકાય તેવી ચમચી, સ્ટ્રો, સ્ટીરર, ફોર્ક બનાવવામાં આવ્યા છે. જે દેશ- વિદેશમાં ભારે પ્રચલિત થયા છે - ક્રૃવિલ પટેલ
પાકિસ્તાન અને ચાઇનાનું ભારત સાથેનું વલણ જોઇને અમે તેમની સાથે વ્યવહાર કરવાની ચોખ્ખી ના પાડી દઇએ છીએ – ક્રૃવિલ પટેલ
[caption id="attachment_1419370" align="aligncenter" width="640"] અમેરીકાના શાર્કટેન્ક શોમાં ત્રિશુલા ઇન્ડિયાના ફાઉન્ડર ક્રૃવિલ પટેલના અમેરીકાના પાર્ટનર દિનેશ તડીપલ્લીએ પ્રેઝન્ટેશન આપ્યું[/caption]
WatchGujarat. દિવાળી ટાણે જ વડોદરાનો વિદેશમાં ડંકો વાગ્યો છે. વડોદરાના ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટના સ્ટાર્ટ અપ ત્રિશુલા ઇન્ડિયાએ અમેરીકાના વિશ્વવિખ્યાત સ્ટાર્ટ અપ ઇન્વેસ્ટમેન્ટ શો શાર્ક ટેન્કમાં એન્ટ્રી લીઇ 5 લાખ અમેરીકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. જુજ ભારતીય કંપનીઓ શાર્ક ટેન્ક શો માટે ક્વોલીફાય થતી હોય છે, ત્યારે વડોદરાની કંપનીનું શોમાં સિલેક્શન થવાથી લઇને તેમાં લાખો અમેરીકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ મેળવવું તહેવારોમાં ખુશી બમણી કરે તેવા સમાચાર છે.
પ્લાસ્ટીકનો નિકાલ હવે દુનિયાભરમાં માથાનો દુખાવો બની રહ્યો છે. જો તેનું સમયસર સમાધાન નહિ શોધવામાં આવે તો આગામી સમયમાં પ્લાસ્ટીક મોટી તકલીફ નોતરશે તે વાત નક્કી છે. વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ક્રૃવિલ રાજેન્દ્ર પટેલે મીકેનીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પુર્ણ થયા બાદ તેણે પ્લાસ્ટીની સમસ્યા હળવી કરવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. એક વર્ષની અથાગ મહેનત બાદ વર્ષ 2018 માં ક્રૃવિલ પટેલે ખાઇ શકાય તેવી ચમચી બનાવી હતી. ત્રિશુલા ઇન્ડિયાના બેનર હેઠળ હાલ તેનું દેશ-વિદેશમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. ક્રૃવિલ પટેલની શોધને પ્લાસ્ટીકની સામેની લડાઇમાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ક્રૃવિલ પટેલની કંપનીને અમેરીકાના સ્ટાર્ટ અપના વિશ્વવિખ્યાત શો શાર્ક ટેન્કમાં એન્ટ્રી લીધી હતી. એટલું જ નહિ અહિંથી 5 લાખ અમેરીકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ મેળવ્યું હતું.
[caption id="attachment_1419368" align="aligncenter" width="640"] દિનેશ તડીપલ્લી અને ક્રૃવિલ પટેલ[/caption]
સમગ્ર મામલે ક્રૃવિલ પટેલે જણાવ્યું હતું કે, અમારી કંપની દ્વારા હાલ ઉપયોગમાં લીધા બાદ ખાઇ શકાય તેવી ચમચી, સ્ટ્રો, સ્ટીરર, ફોર્ક બનાવવામાં આવ્યા છે. જે દેશ- વિદેશમાં ભારે પ્રચલિત થયા છે. બીજા વાસણો જેવા કે, ખાઇ શકાય તેવી થાળી, વાટકી અને ગ્લાસ બનાવવા અંગે હાલ અમારી કંપની કામ કરી રહી છે. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બાદ પ્રોડક્ટને માર્કેટમાં લાવવામાં આવશે.
શાર્ક ટેન્ક શો માં એન્ટ્રી લેવી અધરૂ અને જીતવું તો દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે
ક્રૃવિલ પટેલે કહ્યું કે, શાર્ક ટેન્ક શોમાં એન્ટ્રી લેવી અધરૂ કામ છે. કારણ કે તેમના ક્વોલીફીકેશન સ્ટાન્ડર્ડ ખુબ જ અઘરા છે. અને તેમાં જઇને જીતવું અને ઇન્વેસ્ટમેન્ટ લઇને આવવું તો દુનિયાના સૌથી મુશ્કેલ કામોમાંથી એક છે. અમારી કંપનીએ શાર્ક ટેન્કના 13 માં સીઝનમાં એન્ટ્રી લીધી હતી. અને ત્રીજા શોમાં અમે અમારૂ પ્રેઝન્ટેશન આપીને સિલેક્ટ થયા હતા. સિલેક્શન બાદ અમારી કંપનીમાં 5 લાખ અમેરીકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ આવશે. જેને કંપનીના વિસ્તરણમાં ઉપયોગમાં લેવામાં આવશે.
[caption id="attachment_1419371" align="aligncenter" width="640"] ત્રિશુલા ઇન્ડિયાની સમગ્ર ટીમ[/caption]
ત્રિશુલા ઇન્ડિયાના પ્રોડક્ટ્સ વિવિધ 32 દેશોમાં ધુમ મચાવી રહ્યા છે
વધુમાં ક્રૃવિલ પટેલે જણાવ્યું કે, મેં અને મારા પાર્ટનર દિનેશ તડીપલ્લીએ સાથે મળીને અમેરીકામાં ઇન્ક્રેડીબલ ઇટ્સ નામની કંપની સ્થાપી છે. જે અમારી ટ્રેડીંગ આર્મ છે. જેના માધ્યમથી અમે અમેરીકા સહિતના દેશોમાં એડીબલ સ્પુન સહિતના પ્રોડક્ટસ વેચી રહ્યા છે. ત્રિશુલા ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવતા પ્રોડક્ટ્સ વિવિધ 32 દેશોમાં ધુમ મચાવી રહ્યા છે. દિવસેને દિવસે તેની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રૃવિલ પટેલના નામે 20 જેટલી પેટન્ટ અમેરીકામાં રજીસ્ટર્ડ છે.
[caption id="attachment_1419369" align="aligncenter" width="640"] ત્રિશુલા ઇન્ડિયાના ફાઉન્ડર ક્રૃવિલ પટેલ[/caption]
ચાયના અને પાકિસ્તાનને માલ આપવાની સ્પષ્ટ ના
ક્રૃવિલ પટેલે ઉમેર્યું હતું કે, અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોડક્ટની વિદેશોમાં ભારે માંગ છે. અમારે ત્યાં અગાઉ પાકિસ્તાન અને ચાઇનાથી પણ અનેક ઇન્કવાયરીઓ આવી છે. પરંતુ બંને દેશોનું ભારત સાથેનું વલણ જોઇને અમે તેમની સાથે વ્યવહાર કરવાની ચોખ્ખી ના પાડી દઇએ છીએ. જ્યાં સુધી આ બંને દેશો સુધરે નહિ ત્યાં સુધી અમારા દ્વારા તેમને માલ સપ્લાય કરવામાં નહિ આવે.