કંપનીના મલિક હ્રદય રોગની સારવાર કરાવા જતા પહેલા કર્મચારીને કંપનીની જવાબદારી સોંપીને ગયા હતા
કર્મચારીએ આ દરમિયાન કંપનીના રૂ.18.61 લાખ અંગત કામ માટે વાપરી નાખ્યા
બધા પૈસા પરત ચૂકવી દઈશ તેમ જણાવી કર્મચારી પરત આવ્યો નહોતો
સમગ્ર મામલે છાણી પોલીસ મથકે વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો અંતર્ગત ગુનો નોંધાયો
WatchGujarat. વડોદરા શહેરના છાણી વિસ્તારની ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક હ્રદય રોગની સારવાર કરાવા મુંબઈ જતા કંપનીના ફિલ્ડ સુપરવાઈઝરે કંપનીનું રૂ.18.61 લાખનું કરી નાખ્યાનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે છાણી પોલીસે ફરિયાદ લઇ વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલાની વિગતો એવી છે કે, વડોદરા શહેરના સમા સાવલી વિસ્તારના નંદાલય સોસાયટીના રહેવાસી ગોવિંદભાઇ ચીમનરામ આહુજા (ઉ.73વર્ષ) સમા સાવલી વિસ્તારમાં આહુજા કોર્પોરેશન નામથી ટ્રાસન્પોર્ટનો વ્યયસાય કરે છે. વર્ષ 2014માં ગોવિંદભાઈને તેમની કંપનીમાં ફિલ્ડ સુપરવાઈઝર ની જરૂર હતી. જેથી ગોવિંદભાઈના પરિચિત ચંદનકુમાર પાંડેએ આ નોકરી માટે તેમના સાડા રજુ પાંડે રહે (અમૃતવાટિકા દશરથ) ની ભલામણ ગોવિંદભાઈને કરી હતી. ત્યાર બાદ રાજુને આ નોકરી માટે રાખી લેવામાં આવ્યો હતો.
રાજુ ફિલ્ડનું કામ ખુબ સારી રીતે કરતો હતો. અને તેણે તેના કામથી મલિક ગોવિંદભાઈનું દિલ જીતી લીધું હતું. ગોવિંદભાઈને રાજુ ઉપર વિશ્વાસ આવી ગયો હતો. જેથી તે રાજુને કંપનીનું એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડવા, વ્યવસાયના કામ માટે પૈસાની લેવડ દેવડનું અનેક પ્રકારનું કામ સોંપવા લાગ્યા હતા. આ દરમિયાન વર્ષ 2018માં ગોવિંદભાઈને હ્રદય રોગની સારવાર કરાવા મુંબઈ હિન્દુજા હોસ્પિટલ ખાતે જવાનું થાય છે. અને તે આખો તેમનો ટ્રાન્પોર્ટનો વ્યવસાય રાજુના ભરોસે આપી જતા રહે છે. રાજુ રોજે રોજે કંપનીનો પૂરો હિસાબ ફોન પર આપે છે. વર્ષ 2019માં ગોવિંદભાઇ પરત વડોદરા આવી જાય અને આ દરમિયાન તેમનો પુત્ર રાજીવ આહુજા પણ વડોદરા આવે છે. અને પિતાની કંપનીનો વ્યવસાય સાંભળવા લાગે છે.
રાજીવ કંપનીનો હિસાબ ચકાસતા ગત વર્ષ 2018 થી 2019 માં રજુ પાંડેએ કંપનીના એટીએમ થી ઉપાડેલ પૈસા અને ખર્ચ કરેલ પૈસામાં રૂ.16.11 લાખનો ફર્ક જોવા મળે છે. શરૂઆતમાં આ હિસાબ અંગે રાજુને પૂછતાં તેને જણાવ્યા હતું કે આવું ના હોય આપણે સાથે બેસીને વાત કરીશુ. પરંતુ આ વાતને ટાળી રજુએ નોકરીએ આવવાનું ઓછું કરી દીધું અને તે બાદ જણાવ્યું કે, કે હું ટ્રાંસપોર્ટ લાઈનનો માણસ છું બીજે કશે જતો રહીશ તમારો ઠંડો પડી ભાંગશે. આ બાબતે ગોવિંદભાઇએ તેમના પરિચિત અને રાજુના બનેવીને જાણ કરી જથી તેઓ રાજુને લઈને ગોવિંદભાઈની ઓફિસે આવ્યા અને તે બાદ રાજુ એ કબૂલાત કરી કે આ પૈસા હું એ મારા અંગત કામ માટે વાપરી નાખ્યા છે. હું આ પૈસા પાછા ચૂકવી દઈશ તેની સામે ગોવિંદભાઈએ તેમના લેટર પેડ પર લખાણ કરાવ્યું રાજુ દસ લાખ હપ્તાથી ચુકવશે અને તેનો પગાર અને ગાડી ધંધામાં ચલાવી 15 હજાર ચુકવશે તથા આ દરમિયાન તે નોકરી છોડશે નહીં અને કંપનીને નુકશાન થઇ તેવું કશું કરે નહિ.
આ લખાણ કર્યા છતાં રાજુ નોકરીએ આવ્યો ન હતો અને તેણે તેની ગાડી પણ ટ્રાન્પોર્ટમાંથી હટાવી લીધી હતી. આ ઉપરાંત રાજુએ ગોવિંદભાઈની જાણ બહાર તેમના કર્મચારી દેવેન્દ્ર ભદોરિયાની સાથે ભાગીદારીમાં રાખેલ ટ્રેલર ચલાવી ડીઝલનો ખર્ચ રૂ.2.50 લાખનો કર્યો હતો. અને તેના બિલ પણ કંપનીમાં રજુ કર્યા ન હતા. સાથેજ રજુ અન્ય કર્મચારીઓને નોકરી છોડી દેવા પ્રોત્સાહન આપતો હતો. જેથી સમગ્ર મામલે ગોવિંદભાઈએ છાણી પોલીસ મથકમાં રાજુ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- કંપનીના મલિક હ્રદય રોગની સારવાર કરાવા જતા પહેલા કર્મચારીને કંપનીની જવાબદારી સોંપીને ગયા હતા
- કર્મચારીએ આ દરમિયાન કંપનીના રૂ.18.61 લાખ અંગત કામ માટે વાપરી નાખ્યા
- બધા પૈસા પરત ચૂકવી દઈશ તેમ જણાવી કર્મચારી પરત આવ્યો નહોતો
- સમગ્ર મામલે છાણી પોલીસ મથકે વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો અંતર્ગત ગુનો નોંધાયો