ગાંધીનગરમાં મળી આવેલા બાળકના માતા-પિતાનું પગેરૂં શોધતા હત્યાની ઘટના પરથી પરદો ઉંચકાયો હતો
મહેંદીના લિવઇન પાર્ટનર સચિન દિક્ષીતે જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખ્યાનું સામે આવ્યું
ગતરોજ સચિનને લઇને પોલીસ વડોદરા આવી અને મહેંદીની ડિકંમ્પોઝ થયેલો દેહ શોધી કાઢવામાં આવ્યો
આજરોજ હત્યાના આરોપી સચિનને આજે ગાંધીનગર કોર્ટમાં રજુ કરાશે
WatchGujarat. ગુજરાત (Gujarat) ના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. શિવાંશની માતાનું હિના ઉર્ફે મહેંદીનું મોત થઇ ચુક્યું છે. જ્યારે શિવાંશના પિતા હવે જેલ માં જશે તે નક્કી છે. ત્યારે આજે સચિન દીક્ષિતનું ગાંધીનગર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ (Medical Check UP) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે 11:00 બાદ ગાંધીનગર કોર્ટ (Gandhinagar Court) માં સચિન દીક્ષિતને રિમાન્ડ માટે રજૂ કરાશે. ગાંધીનગર પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવાની સંભાવના હાલ તબક્કે જોવા મળી રહી છે. સમગ્ર મામલામાં ગાંધીનગર કોર્ટમાં રજૂ કરીને પ્રથમ સિવિલ હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ રજૂ કરાશે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન (Sachin Dixit) અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લઇ તેનો રિપોર્ટ તૈયાર કરાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ જેટલો સમય લાગી શકે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિનના પિતા શિવાંશને સાથે રાખવા માટે તૈયાર છે. આ અંગે તેઓ પોલીસ સાથે ચર્ચા કરીને દાવો કરી ચુક્યા છે. શિવાંશ (Shivansh) ના નાનાની આર્થિક સ્થિતિ અને અન્ય પાસાઓને જોતા શિવાંશની કસ્ટડી સચિનના પિતાને જ સોંપવામાં આવે તેવી શક્યતાઓ મહત્તમ છે. જો કે શિવાંશની કસ્ટડી જેને પણ સોંપાય તે અગાઉ શિવાંશે 3 મહિના ફરજીયાત શીશુગૃહમાં રહેવું પડશે. હાલ આ તમામ બાબતો કાયદાને આધિન છે. DNA આવ્યા બાદ સમગ્ર બાબત સ્પષ્ટ થઇ જશે.
સચિન વિરુદ્ધ વડોદરામાં હત્યાનો ગુનો દાખલ
સચિન વિરુદ્ધ 317, 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે 11 વાગ્યે ગાંધીનગર કોર્ટમાં તેને રજુ કરવામાં આવશે. ત્યાર બાદ હત્યાના ગુના હેઠળ તેને વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હત્યાનો કેસ ટ્રાન્સફર કરવામાં આવશે. હાલ તો વડોદરા પોલીસે હિનાનો મૃતદેહ કબ્જે લઇને પોસ્ટમોર્ટમથી માંડીને તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.