• અનગઢ ગામમાં ગત મોડી સાંજે ઘર ઘૂસી યુવકના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરાયો
  • લોહી લુહાણ હાતલમાં સારવાર માટે માતા એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ ફરી પણ પુત્રનો જીવ ન બચ્યો
  • નંદેસરી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી

WatchGujarat. શહેર નજીક આવેલા અનગઢ ગામમાં માતા સાથે રહેતા પુત્રની નિર્મમ હત્યા કરી દેવાઇ હોવાનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાંથી અવર જવર ન કરવા બાબતે યુવકને ઠપકો આપતા વાત વણસી હતી. અને અંતે યુવકના ઘરમાં ઘૂસી જઇ હત્યારાએ બોથડ પદાર્થ વડે માથાના ભાગે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અનગઢ સ્થિત હઠીપુરા ખાતે રહેતો વિક્રમ ઉર્ફે ગોપીએ તેની દાદીના ખેતરમાંથી અવર જવર નહીં કરવા માટે ગામમાં રહેતા શનાભાઇ ગોહિલના ભત્રીજા ગોપાલસિંહને ઠપકો આપ્યો હતો. આ બાદ શનાભાઇએ વિક્રમની માતાને તેને સમજાવી દેવા માટે જણાવ્યું હતુ. જેથી આ વાત અહીં પુરી થઇ ગઇ હતી. પરંતુ પિતરાઇ ભાઇને વિક્રમ ગાળો કેમ બોલ્યો તે વાતને લઇ શનાભાઇ ગોહિલનો દિકરો વિપુલ ગોહિલ ઉશ્કેરાયો હતો. અને જનૂની બની વિક્રમના ઘરે પહોંચ્યો હતો.

મોડી સાંજે વિક્રમ પોતાના ઘરે ખાટલામાં મોબાઇલ જોઇ રહ્યો હતો અને તેની માતા વાસમ ધોઇ રહીં હતી. દરમિયાન વિપુલ ઘરે આવી પહોંચ્યો અને તેણે વિક્રમને ગાળો ભાંડી બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેમાં વિપુલે ઘરમાં પડેલા બોથડ પદાર્થ વડે વિક્રમના માથાના ભાગે હુમલો કરતા તે ઢળી પડ્યો હતો. પુત્રને લોહીમાં લથબથ પડેલો જોઇ વિક્રમની માતાએ બુમરાણ મચાવતા હત્યારો વિપુલ ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ શનાભાઇનો  ભત્રીજો ગોપાલસિંહ સ્થળ પર આવી પહોંચ્યો હતો, અને વિક્રમનો જીવ બચાવવા તેની માતા સાથે નજીકની હોસ્પિટલમાં લઇ ગયો હતો. જોકે તબીબ દ્વારા વિક્રમને ગોત્રી હોસ્પિટલ લઇ જવા માટે જણાવતા ગોપાલએ 108 બોલાવી અને તેના સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરાતા ફરજ પરના તબીબો દ્વારા વિક્રમને મૃત જાહેર કરાયો હતો.

આ દરમિયાન સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરવામાં આવી હતી. જેથી સ્થળ પર પહોંચેલી નંદેસરી પોલીસે ઉપરોકત મામલે વિપુલ ગોહિલ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud