• વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં Failure’s Kitchen શરૂ કરવામાં આવ્યું
  • Failure’s Kitchen માં ત્રણ પાર્ટનર હ્રીતિક ઢોણે, યશ ઢોણે અને જય ભાવસાર છે
  • ત્રણેય લોકોએ જીવનમાં અનેક નિષ્ફળતાઓ મળી છે, પરંતું તે તમામના જૂસ્સા સામે ટકી ન શકી
  • અમારા પેરેન્ટ્સ આજે પણ આ નામ રાખવા સાથે સહમત નથી. પરંતુ હવે નક્કી કર્યું છે તો પાર પાડીને જ રહીશું – હ્રીતિક ઢોણે
  • અમારે ત્યાં આવેલા 90 ટકાથી વધુ લોકો ફરી ને ફરી અમારા રેસ્ટોરેન્ટની મુલાકાત લે છે – જય ભાવસાર, કો- ફાઉન્ડર
  • જીવનમાં જે લોકો ફેલ થાય તેને જ સક્સેસફુલ થવાની કિંમત ખબર હોય છે – યશ ઢોણે, કો- ફાઉન્ડર

Vadodara Failure's kitchen

WatchGujarat.  જીવનમાં નિષ્ફળતાનો ડર કોને નથી લાગતો, એટલે જ તો તેનું નામ કોઇ લેવા નથી માંગતું. પરંતુ વડોદરાના ત્રણ યુવાનોએ એવી હિંમત કરી કે જે અત્યાર સુધી કોઇ કરી શક્યુ નથી. વડોદરાના ત્રણ યુવાનોએ ભેગી મળીને Failure’s Kitchen નામની રેસ્ટોરેન્ટ શરૂ કરી છે. આ નામથી જ રેસ્ટોરેન્ટ શરૂ કરવા પાછળ રસપ્રદ કહાની જોડાયેલી છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં Failure’s Kitchen શરૂ કરવામાં આવ્યું છે. જે કિફાયતી ભાવે સ્વાદિષ્ટ પંજાબી અને અન્ય ડીશ લોકોને પીરસે છે. Failure’s Kitchen નો ગુજરાતીમાં અર્થ કાઢીએ તો નિષ્ફળ રસોડું કરી શકાય. નિષ્ફળતા કોઇ જીવનમાં નથી ઇચ્છતું ત્યારે આ નામથી રેસ્ટોરેન્ટ કેમ શરૂ કર્યું સહિતના સવાલોના જવાબ અહિં મળશે.

Vadodara Failure's kitchen

Failure’s Kitchen માં ત્રણ પાર્ટનર હ્રીતિક ઢોણે, યશ ઢોણે અને જય ભાવસાર છે. જેમાં જય ભાવસાર અને યશ ઢોણે Failure’s Kitchen ના કો ફાઉન્ડર છે. જ્યારે હ્રીતીક ઢોણે ફાયનાન્શિયલ મેનેજમેન્ટ જુએ છે. Failure’s Kitchen અંગે હ્રીતીક ઢોણેએ WatchGujarat.com  સાથે વાત કરતા જણાવ્યું કે, Failure’s Kitchen ના ત્રણેય પાર્ટનરે જીવનમાં અનેક નિષ્ફળતા જોઇ છે. હું પહેલા મોબાઇલ એસેસરીઝ, તથા ઓનલાઇન બિઝનેસ સહિતના અનેક ધંધામાં હાથ અજમાવી ચુક્યો છું. પરંતુ તેમાંથી કોઇ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકાયુ ન હતુ. મેં એમ.એસ. યુનિ.માં બીબીએ જોઇન કર્યું હતું. પરંતુ તે ભણવાનું અડધેથી જ છોડીને Failure’s Kitchen શરૂ કર્યું છે. જે પ્યોર વેજ ડીશ પીરસે છે.

વધુમાં હ્રીતીક ઢોણેએ ઉમેર્યું કે, Failure’s Kitchen સાથે સંકાળાયેલા ત્રણેયને જીવનમાં કંઇક કરી બતાવવાનો જુસ્સો છે. અમે જ્યારે રેસ્ટોરેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે જીવનમાં સૌથી વધુ વખત અનુભવેલી લાગણી નિષ્ફળતાને જ તેનું નામ આપવાનો વિચાર કર્યો હતો. અને આવી રીતે Failure’s Kitchen નામ નક્કી કરીને આ નામે રેસ્ટોરેન્ટ શરૂ કર્યું હતું. અમારા પેરેન્ટ્સ આજે પણ આ નામ રાખવા સાથે સહમત નથી. પરંતુ હવે નક્કી કર્યું છે તો પાર પાડીને જ રહીશું.

કો- ફાઉન્ડર જય ભાવસારે WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, અમારે ત્યાં આવનારાઓ સાથે અમે પરિવારના સભ્યો જેવો વ્યવહાર કરીએ છીએ. જેને કારણે તેઓને અહિં વારંવાર આવવાનું ગમે છે. અને અમારે ત્યાં જમવાનો એક્સપીરીયન્સ તેઓને મનમાં અલગ છાપ છોડી જાય છે. અન્ય રેસ્ટોરેન્ટ કરતા અમારા ભાવ પણ અત્યંત કિફાયતી છે. અમારે ત્યાં આવેલા 90 ટકાથી વધુ લોકો ફરી ને ફરી અમારા રેસ્ટોરેન્ટની મુલાકાત લે છે. મેં એમ.એસ.યુનિમાંથી હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે. અને જે બાદ અનેક જાણીતી હોટેલમાં કામ કર્યું છે.

અન્ય કો-ફાઉન્ડર યશ ઢોણેએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, જીવનમાં જે લોકો ફેલ થાય તેને જ સક્સેસફુલ થવાની કિંમત ખબર હોય છે. અમારા તમામ જૂના નિષ્ફળ અનુભવો પરથી શીખીને અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અમને વિશ્વાસ છે કે અમે સફળ થઇશું.

Facebook Comments Box

Videos

Our Partners