• વડોદરા શહેર નજીકના સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પીસીબીના દરોડા
  • આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવામાં આવતું હતું
  • પીસીબીની ટીમે સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • આ મામલે અગાઉ નક્લી સેનેટાઈઝરના કેસમાં પકડાયેલ નીતિન કોટવાણીનું નામ શંકાના દાયરામાં આવી રહ્યું છે 

WatchGujarat. કોરોના કાળ બાદથી વડોદરા પોલીસ સહિત સમગ્ર રાજ્યની પોલીસ નશીલા પદર્થોને પકડી પાડવાની ડ્રાઈવ ચલાવી રહી છે. જેમાં રોજે-રોજ પોલીસને નવી નવી સફળતા મળી રહી છે. ત્યારે આજે વડોદરામાં આયુર્વેદિક સિરપની આડમાં એક આલ્કોહોલ બનાવતા માસ્ટરમાઈન્ડનું કાવતરૂ પીસીબીની ટીમે દરોડા પાડી ઉઘાડુ કરી દિધું હતું.

વડોદરા શહેર નજીકના સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં શંકાસ્પદ આલ્કોહોલિક સિરપ બનાવતી ફેક્ટરી પર આજે પીસીબીની ટીમે દરોડા પાડી સમગ્ર કાવતરાને ઉઘાડો પાડી દિધો છે. પીસીબીએ સ્થળ પરથી સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ મામલે અગાઉ નક્લી સેનેટાઈઝરના કેસમાં પકડાયેલ નીતિન કોટવાણીનું નામ પીસીબીના શંકાના દાયરામાં આવી રહ્યું છે.

આ મામલે પીસીબી પીઆઈ જે.જે. પટેલના જણાવ્યા અનુસાર, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, સાંકરદા ખાતે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં આલ્કોહોલિક સિરપ બનાવે છે. જે બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્થળ પરથી આલ્કોહોલની ગંઘ આવી રહી હતી. જેને ધ્યાને લઈ સ્થળ પર રહેલ સિરપની બોટલના માર્કા જોવામાં આવ્યા હતા. જેમાં તામામ સિપરની બોટલ પર લખવામાં આવ્યું હતું કે આ આયુર્વેદિક સિરપ છે. આ ઉપરાંત બોટલ પર કોઈ કંપનીનું પણ નામ ન હતું.

આ સિરપ બનાવવાનો માલસામાન ચકાસતા તે અલગ-અલગ કેમીકલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન તે કેમીકલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ ફેક્ટરી અંગે તપાસ કરતા આ ફેક્ટરી એક મહિનાથી ભાડે રાખી હોવાનું ખલ્યું હતું. વધુમાં પીઆઈ જે.જે.પટેલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરતા અગાઉ નક્લી સેનેટાઈઝરના કૌભાંદમાં પકડાયેલ નીતિન કોટવાણીનું નામ શંકાના ઘેરામાં આવી રહ્યું છે.

દરોડા દરમિયાન પીસીબીએ સિરપની બોટલો સહિત આલ્કોહોલિક સિરપ બનાવવાના ઉપકરણો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે સ્થળ પરથી ત્રણ શખ્સોને ડિટેન કરવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે પીસીબીએ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે અરજી નોંધી આલ્કોહોલિક સિરપના કૌભાંડ સાથે સંકડાયેલ માસ્ટરમાઈન્ડની ખોજ આરંભી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud