• પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું ત્રણ લોકોએ મને માર મારી દોઢ લાખ લૂંટી લીધા છે.
  • પોલીસને શંકા ન જાય તે માટે પોતાની જાતેજ શરીર ઉપર બ્લેટના ઘસારા માર્યા
  • પાદરા પોલીસે કંટ્રોલ વર્ધીના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા સહીદનો પ્લાન ફ્લોપ થયો

WatchGujarat. પાદરા ખાતે રહેતા યુવકે લશ્ણ અને દ્રાશનો વેપાર કરવા માટે પોતાના સગા મામા પાસેથી ઉધાર પર માલ લીધો હતો. માલનુ વેચાણ થતાં તગડી રકમ મળતા લાલચ જાગી અને ઘડી કાઢ્યો ક્રાઇમ પેટ્રોલ જેવો ઘાટ. પરંતુ પોલીસે યુવકનો આખો પ્લાન ફ્લોપ કરી કાઢી લૂંટના તરકટનો પર્દાફાશ કરી નાખ્યો હતો.

શહેરના નજીક આવેલા પાદરા તાલુકાના આંતીગામે રહેતો સહીદ મુરમહમદ મલેકએ મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું “ હું જ્યારે સુરતથી કરજણ રોડ પરના હુસેપુરથી મેઢાદ ગામ તરફ મારો થ્રીવ્હીલ ટેમ્પો લઇને જઇ રહ્યો હતો, ત્યારે બાઇખ પર આવેલા ત્રણ શખ્સોએ મને ઉભો રાખી માર મારી મરૂ. 1.50 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. જેથી તમે અહીંયા પોલીસ મોકલો”. પોલીસ કંટ્રોલ રૂમમાં આ પ્રકારનો કોલ આવતા તાત્કાલીક પાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટાનાને પગલે સ્થળ પર દોડી ગયેલી પોલીસે સહીદની પુછતાછ કરતા અને નિવેદનો નોંધતા કેટલીક બાબતો શંકાસ્પદ જણાઇ આવી હતી. જેથી પોલીસે સહીદની ઊંડાણપૂર્વક અને કડકાઇથી પુછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને પોલીસ સામે કબૂલાત કરી કે, ત્રેવીસ દિવસ પહેલા તેણે તેના મામા સફીકભાઇ પાસેથી લસણ અને દ્રાક્ષ વેચાણ કરવા માટે ઉધાર માલ લીધો હતો. જે લસણ અને દ્રાક્ષ પોતાના થ્રી-વ્હીલ ટેમ્પોમાં સુરત ખાતે લઇ જઇ વેચવામાં આવ્યો હતો.

મામા પાસેથી ઉધાર લીધુ લસણ અને દ્રાક્ષ રૂ. 1.52 લાખમાં વેચાયો હતો. પરંતુ આ રકમ તે પોતાના મામા સફીકભાઇને પરત આપવા ન માગતો હોય, જેથી રૂ. 1.32 લાખ સુરત ખાતે રહેતી કાકાની દિકરી તલીમબીબીને વીસી ભરવા માટે આપી દીધા હતા. અને ત્રણ શખ્સોએ તેની સાથે લૂંટ ચલાવી હોવાનુ તરકટ રચ્યું હતુ.

આમ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનુ ક્રુત્ય કરવામાં આવ્યું હતુ. જેથી પોલીસે લૂંટનુ તરકટ રચનાર સહીદ મલેક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud