વડોદરા શહેરમાં છૂટાછેડાના મુદ્દે થયો હતો ઝગડો
યુવકે ઝગડો કરી તેના સાળા અને સસરાને ઢોર માર માર્યો
ઝગડા દરમિયાન યુવકે તેના સાળાને ચપ્પા વડે ઉપર-છાપરી ઘા ઝીંકી દીધા
સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે મારા મારી અને ધાક ધમકીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
WatchGujarat. વડોદરા શહેરમાં છૂટાછેડા આપવા બાબતે પતિએ સસરા સહીત સાળા સાથે મારઝુડ કરી હતી. અને સાથે જ સાળાને ઉપર-છાપરી ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. સાળાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે મારા-મારી, ધાક ધમકી વગેરે જેવી કલમો હેઠળ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
વડોદરા શહેરના રામદેવનગર આજવા રોડ ખાતે રહેતા દિનેશ ઉર્ફે ચેતન મથુરભાઈ માછી (ઉ.26 વર્ષ) નિઝામપુરા ખાતે આમલેટની લારી ચલાવે છે. ફરિયાદમાં જણાવ્યું કે, ગત 15 સપ્ટેમ્બરના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તે રામદેવનગર સ્થિત ઘરે હાજર હતો. દરમિયાન વિશાલ જગદીશભાઈ માછી ઘરે આવ્યો અને બહેન રીમાને છૂટાછેડા આપી દેવાનું કહી ઝગડો કરીને જતો રહ્યો હતો. વધુમાં દિનેશે જણાવ્યું હતું કે, ગત રાતે નવ વાગ્યાની આસપાસ તે તેની સાસરીમાં હતો. ત્યારે તેના પિતાનો ફોન આવ્યો હતો. અમે તેમને જણાવ્યું હતું કે વિશાલ પાછો ઘરે આવ્યો છે અને ઝગડો કરી રહ્યો છે. જેથી તાત્કાલિક દિનેશ તેના ઘરે પહોંચી ગયો હતો.
દિનેશે બનેવી વિશાલને ઝગડો નહિ કરવાનું જણાવ્યું હતું. પરંતુ આ સાથે વિશાલ વધુ ઉશ્કેરાઈ ગયો હતો. અને પિતા સાથે મારઝુડ કરવાનું શરુ કરી દીધું હતું. મારઝુડ રોકવા દિનેશ વચ્ચે પડ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા વિશાલે તેની સાથે રહેલા ચપ્પા વડે દિનેશને ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. અને સાથે જ પિતાને પણ ગડદાપાટુનો માર માર્યો હતો.આ જગડા દરમિયાન બૂમ બમ થઈ જાતા બહેન રીમા અને આસપાસના રહીશો ત્યાં ભેગા થઇ ગયા હતા. અને માર મારી રહેલા વિશાલને દિનેશથી અને તેના પિતાથી છૂટો પડ્યો હતો. વિશાલ સ્થળથી જતા જતા મારી નાખવાની ધમકી પણ આપી ગયો હતો.
આ સમગ્ર બનાવ અંગે દિનેશ ઈજાગ્રસ્ત થઇ જતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે એસ.એસ.હી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાપોદ પોલીસને બનાવની જાણ થતા તેઓએ દિનેશની ફરિયાદ લીધી હતી અને ધાક ધમકી, મારા મારી વગેરે જેવી કલમો હેઠળ ગુના દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- વડોદરા શહેરમાં છૂટાછેડાના મુદ્દે થયો હતો ઝગડો
- યુવકે ઝગડો કરી તેના સાળા અને સસરાને ઢોર માર માર્યો
- ઝગડા દરમિયાન યુવકે તેના સાળાને ચપ્પા વડે ઉપર-છાપરી ઘા ઝીંકી દીધા
- સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે મારા મારી અને ધાક ધમકીની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ