વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમીટી હોટલમાં સુરતના પરિણીત પ્રેમી પંખીડા શરદ બેચરભાઇ ભીસરા અને હિનલ કિર્તીકુમાર ગોટી આવ્યા
બીજી તરફ પરિણીતા હિનલ ગોટીના પતિએ સ્થાનિક પોલીસમાં મીસીંગની અરજી કરી હતી
લોકેશનના આધારે સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી
પોલીસે દરવાજો ખટખટાવીને બંનેને દરવાજો ખોલવા જણાવ્યું, તો પરિણીતાએ જોર જોરમાં ચીસો પાડવાનું શરૂ કરી દીધું
પ્રેમીએ તો બારીમાંથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું હતું. પરિણીતા પણ જીવન ટુંકાવવા માટે બારીની બહારની પાળી પર આવી ગઇ હતી
પોલીસે પરિણીતાને બચાવવા માટે અત્યંત ધીરજપુર્વક સંવાદ સાધ્યો હતો, જેનો અઢી મીનીટનો વિડીયો સામે આવ્યો છે
WatchGujarat. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરિણીત પ્રેમી પંખીડા હોટલ અમીટીમાં રોકાયા હતા. પરિણીતાના પતિની પોલીસ ફરિયાદના આધારે મોબાઇલ લોકેશન ટ્રેસ કરતા સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી. પરિણીત પ્રેમીએ હોટલની બારીમાંથી છલાંગ લગાવી મોત વ્હાલું કર્યું હતું. તો પરિણીતા કંઇક અજુગતું કરે તે પહેલા જ પોલીસે તેને સમજાવટ કરવાનું ચાલુ કરી દીધું હતું. સુરત પોલીસે કહ્યું કે, તારા પેટમાં જે બાળક છે તેનો વિચાર કર, તેનો શું વાંક છે. આમ, સમજાવટના આધારે પરિણીત પ્રેમીકાનો જીવ બચી ગયો હતો.
https://youtu.be/FqyL8dvRB-Y
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમીટી હોટલમાં સુરતના પરિણીત પ્રેમી પંખીડા શરદ બેચરભાઇ ભીસરા અને હિનલ કિર્તીકુમાર ગોટી આવ્યા હતા. જો કે બીજી તરફ પરિણીતા હિનલ ગોટીના પતિએ સ્થાનિક પોલીસમાં મીસીંગની અરજી કરી હતી. અરજી બાદ પોલીસે તપાસ શરૂ કરતા તેનું લોકેશન વડોદરા મળી આવ્યું હતું. લોકેશનના આધારે સુરત પોલીસ વડોદરા આવી પહોંચી હતી. અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ આજરોજ વહેલી સવારે પરિણીતાની ભાળ મેળવવા માટે હોટેલ સુધી પહોંચી હતી. પોલીસે હોટલમાં જતા સંચાલકોએ તેમને રોક્યા હતા. અને આ અંગેની જાણ વડોદરા પોલીસના કંટ્રોલ રૂમમાં કરી દીધી હતી. જાણ થતા જ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
વડોદરા પોલીસ અને સુરત પોલીસે દરવાજો ખટખટાવીને બંનેને દરવાજો ખોલવા જણાવ્યું હતું. વાતની જાણ થતા પરિણીતાએ જોર જોરમાં ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. જો કે, દરવાજો તો ખોલ્યો ન હતો. પોલીસે માસ્ટર કીના આધારે દરવાજો તો ખોલી નાંખ્યો પરંતુ અંદરથી મારેલો મીજાગરો ખુલ્યો ન હતો. દરમિયાન પોલીસે નીચે આવીને રોડ પરથી બંનેને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પ્રેમીએ તો બારીમાંથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું હતું. પરિણીતા પણ જીવન ટુંકાવવા માટે બારીની બહારની પાળી પર આવી ગઇ હતી. જો કે, પોલીસ દ્વારા તેની અત્યંત સાવચેતી પુર્વક સમજાવીને તેનો જીવ બચાવી લીધો હતો.
સમજાવટનો અઢી મીનીટનો વિડીયો સામે આવ્યો છે.
વિડીયોમાં સુરત પોલીસ સમજાવે છે કે, અમે તારા સાથે છીએ, મારી બેન... તુ ખોલી નાંખ....
108 ને ફોન કરો...તું બેન માની જા મારી વાત...
મારી બેન તું અંદર જતી રહે.... મારી બહેન તું અંદર જતી રહે....
તારી સાથે બે જીવ છે.... તું પ્રેગનેન્ટ છે.... તું એવું પગલું નહિ ભર, છોકરાનો શું વાંક છે....
હું આને બચાવી લઉં છું.... તું બેન અંદર જતી રહે....
તું નીચે આવી જા, તને કોઇ પ્રેબ્લેમ નહિ થાય.... તને કોઇ તકલીફ નહિ થાય....
બેટા તુ પ્રેગનેન્ટ છે.... અમે 108 બોલાવી લીધી છે.... એને કશું નહિ થાય...
આ બેન આવે છે.... તું અંદર જતી રહે.... તને સાથે રાખીશું....
જા તું અંદર જતી રહે.... રૂમ ખોલ અંદરથી આ બેન તારી સાથે આવે છે....
આખરે પોલીસે અત્યંત સલુકાઇ પુર્વક પરિણીતા અને તેના ગર્ભમાં રહેલા બાળકનો જીવ બચાવ્યો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ પરિણીત પ્રેમીનું મૃત્યુ થયા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.