• ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો
  • વિકરાળ આગમાં કોમ્પલેક્ષમાં આગ લાગતા અડધા ફ્લોરનો સામાન બળીને ખાખ
  • સદનસીબે વહેલી સવારે કોમ્પલેક્ષની તમામ ઓફિસો ખાલી હોવાને કારણે જોઇ જાન હાની થઇ ન હતી

WatchGujarat. વડોદરાના જુના પાદરા રોડ પર આવેલી બેંકર્સ હોસ્પિટલની બાજુના અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આગને પગલે વહેલી સવારે અફરાતફરી મચી છે. ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. જો કે વિકરાળ આગમાં કોમ્પલેક્ષમાં આગ લાગતા અડધા ફ્લોરનો સામાન બળીને ખાખ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં શનિવારે સવારે જુના પાદરા રોડ પર આવેલી હોસ્પિટલની બાજુમાં અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આગ લાગવાનt ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સ્થળ પર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને આગ પર કાબુ મેળવી લીધો છે. કોમ્પલેક્ષમાં વિવિધ ઓફિસો આવેલી હોવાને કારણે કઇ ઓફિસને કેટલું નુકશાન થવા પહોંચ્યું છે. તે હજી નક્કી કરી શકાયું નથી. સદનસીબે વહેલી સવારે કોમ્પલેક્ષની તમામ ઓફિસો ખાલી હોવાને કારણે જોઇ જાન હાની થઇ ન હતી.

કોમ્પલેક્ષમાં લાગેલી આગ એક તબક્કે એટલી વિકરાળ થઇ ગઇ હતી કે જ્વાળાઓ બહાર સુધી જોવા મળતી હતી. જેને કારણે રસ્તા પર પણ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે, ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાની થોડોક જ સમય વિત્યો હશે કે ચકલી સર્કલ પાસે આવેલા લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી હતી. જેમાં પણ ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉપરોક્ત બંને ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ જુના પાદરા રોડ પર આવેલી ઘટનામાં ઓફિસના સામાનને નુકશાન પહોંચ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners