• વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં પાઇપ્ડ ગેસ આપવમાં આવે છે
  • અલકાપુરી વિસ્તારમાં આવેલી બીપીસી રોડ પરથી પસાર થતી ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગવાની ઘટના ઘટી
  • દરમિયાન ફાયર ટેન્કરના આગળના ભાગે આગનું છમકલુ થયું

 

WatchGujarat. વડોદરા શહેરના બીપીસી રોડ પર આવેલી એચ.ડી.એફ.સી બેંક સામેથી પસાર થતી ગેસલાઇનમાં લીકેજને કારણે આગ લાગી હતી. જેને લઇને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટેન્કર તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યું હતું. ફાયર ટેન્કર આગ ઓલવવા પહોંચતા જ આગળનો એક તરફના ભાગમાં આગ લાગી હતી. જેથી ફાયરના લાશ્કરો એક સાથે બે જગ્યાએ લાગેલી આગ ઓલવી હતી.

વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં પાઇપ્ડ ગેસ આપવમાં આવે છે. ગેસલાઇનમાં કેટલીક વખત ગેસ લીક થવાને કારણે આગ લાગવાની ઘટનાઓ સામે છે. તેવા સંજોગોમાં ફાયરના લાશ્કરો તાત્કાલિક કામગીરી કરીને સ્થિતી કાબુમાં લઇ લે છે. આજે પણ આવી જ એક ઘટના બની હતી. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બીપીસી રોડ પરથી પસાર થતી ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગવાની ઘટના ઘટી હતી. જેમાં ફાયરના લાશ્કરોને જાણ થતા તાત્કાલિક ફાયર ટેન્કર ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઘટના સ્થળે પહોંચેલા ફાયર ટેન્કરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન ફાયર ટેન્કરના આગળના ભાગે આગનું છમકલુ થયું હતું. જેના કારણે ફાયરના જવાનોએ એક પછી એક બે આગને કાબુમાં લેવી પડી હતી. ફાયરના લાશ્કરોની ત્વરિત કામગીરીને કારણે બંને આગ સત્વરે કાબુમાં આવી ગઇ હતી. જો કે, સામાન્ય રીતે આગ બુઝાવવાની કામગીરી કરતા ફાયર ટેન્કરો આગની ચપેટમાં આવતા નથી. પરંતુ આજે વડોદરામાં આકસ્મિક ઘટના બની હતી.

Facebook Comments Box

Videos

Our Partners