ગતરોજ શહેરના નિઝામપુરા કોમ્પલેક્ષમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી
આજરોજ શહેરના અજબડી મીલ પાસેના ભંગારના ઢગલામાં આગ લાગી
લાશ્કરોએ બાજી સંભાળ્યા બાદ આગ વધુ ફેલાતી અટકાવવાની સાથે તેના પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો
Watchgujarat. વડોદરામાં આજબડી મીલ પાસે આજરોજ ભંગારના ઢગલામાં આગ લાગી ગઈ હતી. જેમાં ભંગારમાં રાખવામાં આવેલી ગાડીઓ પણ આગમાં સ્વાહા થઇ ગઇ હતી. એક તબક્કે આગ એટલી ભીષણ થઇ ગઇ હતી કે સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે, ફાયરના લાશ્કરોની ત્વરીત કામગીરીને પગલે આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
https://youtu.be/n8CwLwI1ERg
વડોદરામાં અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ગતરોજ શહેરના નિઝામપુરા કોમ્પલેક્ષમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે દિવાળી ટાણે ફુટતા ફટાકડા જેવો અવાજ પણ આવ્યો હતો. પરંતુ ફાયરના લાશ્કરોને જાણ કરાતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને મામલો થાળે પડ્યો હતો. આજરોજ શહેરના અજબડી મીલ પાસેના ભંગારના ઢગલામાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે આસપાસ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહિ ભંગારમાં મુકેલી 4 જેટલી કાર પણ આગની લપેટમાં આવી ગઇ હતી. એક તબક્કે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને કારણે લોકોમાં ચિંતા વ્યાપી હતી.
બીજી તરફ સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરાતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળએ પહોંચી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. લાશ્કરોએ બાજી સંભાળ્યા બાદ આગ વધુ ફેલાતી અટકાવવાની સાથે તેના પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જેને કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગમાં અનેક વાહનો સ્વાહા થઇ ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.