• તહેવારમાં ઘરની સાફ-સફાઇની સાથે કુંડાની સફાઇ થવા લાગી
  • વડોદરા કુંડા ચોરીનાં બનાવ વધ્યાં,આઉટડોર પ્લાન્ટ રાખનાર ચિંતામાં
  • શહેરમાં વાઘોડિયા રોડ પરથી કૂંડુ ચોરી ગયા,સીસીટીવીમાં કેદ

WatchGujarat. તમે આજ સુધી અનેક વસ્તુની ચોરી થતાં જોઇ હશે અને સાંભળી પણ હશે.મોબાઇલ ચોરી,સોના ચોરી,પૈસાની ચોરી આ વાત તો આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ.પરંતુ વડોદરા શહેરમાં આજ-કાલ એક નવી ચોરીનો ટ્રેન્ડ આવ્યો હોય એવું લાગે છે.ઘરની સાફ-સફાઇમાં જુની વસ્તુઓ કાઢીને નવી વસ્તુ વસાવાની લાયમાં લોકો કુંડાની ચોરી કરતા થયા છે.

તમને આઉટડોર પ્લાન્ટ રાખવા પસંદ છે તો તમારે આ વાતની પણ ખાસ ધ્યાન રાખવી જરૂરી છે.કારણ કે સંસ્કારી અને સલામત કહેવાતા વડોદરા શહેરમાં હવે કૂંડાઓ સુરક્ષિત રહ્યા નથી. કોઇ કારમાં આવીને લઇ જાય છે તો કોઇ એક્ટીવા પર કૂંડા ઉપાડી જાય છે. .જી.હા..શહેરમાં વાઘોડિયા રોડ પરથી એક બહેન કુંડું ચોરી ગયા.

શહેરનાં વાઘોડિયા રોડ પર એક સોસાયટીમાં એક બહેન એક્ટીવા પર આવે છે.અને બહાર પડેલા કૂંડામાંથી એક કૂંડું એક્ટીવા પર લઇને જતા રહે છે.તમે વિડીયોમાં જોઇ શકો છો કે આ બહેન ફટાફટ કુંડું લઇને જતા રહે છે.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.હવે આવામાં આઉટ ડોર પ્લાન્ટ રાખનારા લોકો ચેતી જજો.કારણ કે ગમે ત્યાંરે તમારા પ્લાન્ટ ગાયબ થઇ શકે છે.

Watchgujarat.comની ટીમે કુંડાનાં માલિક ફાલ્ગુન પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે લગભગ વહેલી સવારે આ ઘટના બની છે. અને કુંડામાં બોન્ઝાઇન ઉગાડવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આ પહેલા પણ એક વખત કૂંડું ચોરાયું હતું. એટલે સવાલ એ થાય છે કે શહેરમાં આજ-કાલ કૂંડા જ સુરક્ષિત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ  શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બ્રુ 13 કેફે આવેલું છે.ત્યાં બહાર કુંડા રાખવામાં આવ્યા છે.જ્યાં એક ભાઇ  11 લાખની મોંધીદાટ કાર લઇને આવ્યા અને કુંડુ ડીકીમાં મૂકીને નિકળી ગયા.એટલે કોઇ કાર લઇને તો કોઇ એક્ટીવા લઇને કુંડા ઉપાડીને જતા રહે છે.આવામાં આઉટડોર પ્લાન્ટ રાખવાનાં શોખીન લોકો પણ હવે વિચારશે કે પ્લાન્ટ રાખવા કે નહીં ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud