• અબ્દુલ્લા ફેફડાવાલા મૂળ નબીપુરનો રહેવાસી અને હાલ UKમાં છે
  • હવાલા અને FCRA મારફતે વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ધર્માંતરણ અને દેશ વિરોધી ગતિવિધિઓ માટે આંગડીયાથી ફન્ડિંગ કર્યું
  • ભરૂચ જિલ્લાની 28 વખત સલાઉદ્દીન શેખે અને 19 વખત ઉમર ગૌતમે 1 વર્ષમાં કરી વિઝીટ, 1026 વિસ્તારોમાં ફર્યા અને ગુપ્ત બેઠકો યોજી
  • ધર્માંતરણ માટે ભરૂચ અને આસપાસના જિલ્લામાં એક વર્ષમાં ₹15 લાખનો હવાલો પડાયો
  • ભરૂચ જિલ્લા પોલીસ સાથે હવે વડોદરા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પણ તપાસમાં જોતરાઈ
  • વડોદરા SOG ની ટીમના ભરૂચમાં ધામાં, સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં રહી પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ
Salauddin Sheikh & Umar Gautam, Vadodara
Salauddin Sheikh & Umar Gautam, Vadodara

WatchGujarat. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 130 આદિવાસીઓનું ધર્માંતરણ કરાવી મુસ્લિમ બનાવી દેવાના તાર હવે વડોદરા સહિત સમગ્ર ભારત દેશ સાથે જોડાઈ ગયા છે. દેશમાં ધર્માંતરણ અને NRC, CAA કાયદા વિરુદ્ધ આગ ભડકાવવા, દિલ્હીમાં ચાલતા પ્રદર્શનમાં આગ હોમવા મૂળ નબીપુરના અને હાલ લંડન UK રહેતા હાજી અબ્દુલ્લા ફેફડાવાલાએ હવાલા તેમજ FCRA મારફતે વડોદરાના સલાઉદ્દીન શેખને ₹80 કરોડ મોકલા હતા.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સલાઉદ્દિન શેખ તથા મોહંમદ ઉમર ગૌતમ વિગેરે નાઓની વિરૂધ્ધમા 24 ઓગસ્ટના ગુનો દાખલ કર્યો હતો. જે ગુનાની તપાસ વડોદરા SOG દ્વારા ચાલી રહી છે . આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ સલ્લાઉદ્દીન શેખ , ઉમર ગૌતમ અને અબ્દુલ્લા ફેફડાવાલા કે જે નબીપુર ભરૂચના વતની છે અને હાલ UK ખાતે રહે છે.

આ તમામ આરોપીઓ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી વિદેશથી અબ્દુલ્લા ફેફડાવાલાનાએ વડોદરા શહેર ખાતે સલ્લાઉદ્દીન શેખ કે જે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી છે તેઓને FCRA તથા હવાલા મારફતે આશરે ₹80 કરોડ મોકલા હતા. આ રૂપિયા સલ્લાઉદ્દીન શેખે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર ધર્માન્તરણ તેમજ બોર્ડર વિસ્તારમાં મસ્જીદ તેમજ CAA અને NRC જેવા કાયદાની વિરૂધ્ધમાં દિલ્હી ખાતે પ્રદર્શન કાર્યોને મદદ કરવા તેમજ આ પકડાયેલ આરોપીઓને છોડાવવા માટે વડોદરાથી આંગડિયા મારફતે મોકલી આપ્યા હતા.

આ આરોપીઓએ વડોદરા , ભરૂચ ખાતે અવાર નવાર ભેગા થઇ સુનિયોજીત કાવતરાના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ નબળા અને પછાત વર્ગના લોકોને ટાર્ગેટ કરી વિદેશથી અબ્દુલ્લા ફેફડાવાલાએ મોટુ આર્થીક ફંડ મોકલી તેઓના લોકલ મળતીયાઓ મારફતે લાલચ , પ્રલોભન અને નાણાંકીય મદદ પુરી કરી આવા નબળા વર્ગના લોકોને બ્રેઇન વોશ કરી મોટાપાયે ધર્માન્તરણ કરાવેલ હોવાની વિગતો તપાસ દરમ્યાન ધ્યાન ઉપર આવી છે.

વડોદરા શહેર SOG  દ્વારા તાત્કાલીક ભરૂચ SOG તથા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી આ હકીકત પુરી પાડવામાં આવેલ જે આધારે આ માહિતીની ગંભીરતાને ધ્યાને લઇ સ્થાનીક એસ.ઓ.જી. દ્વારા ભરૂચ જીલ્લામાં ધર્માન્તરણ માટે નબળા અને પછાત વર્ગના લોકોને બ્રેઇન વોશ કરી વિદેશથી મેળવેલ ભંડોળ આર્થીક સહાય અને પ્રલોભન આપી મોટા પાયે ધર્માન્તરણ કરાવેલાની હકીકતને સમર્થન અને પુરાવા મળતા ભરૂચ પોલીસ દ્વારા આ અંગે ધર્માન્તરણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

તપાસ દરમ્યાન અબ્દુલ્લા ફેફડાવાલા , સલ્લાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ નાઓએ અવાર નવાર ભરૂચની મુલાકાત લીધેલ છે  સલાઉદ્દીન શેખે ભરૂચ તેમજ આસપાસના જીલ્લાઓમાં પણ હવાલાથી આવેલ રૂપિયા પૈકી ₹12 થી 15 લાખ જેટલી રકમ મોકલી આપેલાની હકીકત જણાઈ આવેલ છે . તેમજ છેલ્લા એક વર્ષમાં આરોપી સલાઉદ્દીન શેખે 28 વાર ભરૂચ જિલ્લા વિજીટ કરેલ છે, તે દરમ્યાન ભરૂચ જિલ્લાના 1026 જેટલા અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરેલ છે.

આ સિવાય આરોપી ઉમર ગૌતમે પણ 18 થી 19 વાર ભરૂચ જિલ્લાની મુલાકાત કરેલ તેમજ ગુપ્ત મીટીંગો પણ કરેલ હોવાનું જણાઈ આવેલ છે . જે બાબતે વધુ તપાસ અર્થે વડોદરા શહેર SOG ની ટીમ ભરૂચ ખાતે રવાના થયેલ છે અને ભરૂચ પોલીસ સાથે સંકલન કરી વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

Facebook Comments Box

Videos

Our Partners