• વડોદરા વન્ય જીવ વિભાગે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રોમાં આવતા મહેમાનોની સલામતી માટે વીમા સુરક્ષા છત્રનું આયોજન કર્યું
  • અધિકૃત પરમીટ સાથે જંગલમાં પ્રવેશ કરનાર અને આ કેન્દ્રો માટે આરક્ષણ કરાવનાર સહુ પ્રવાસીઓને તેનો લાભ મળશે
  • વીમા સુરક્ષા છત્રનો લાભ માત્ર અધિકૃત પ્રવેશ કરનાર પ્રવાસીઓને જ મળવા પાત્ર રહેશે.

WatchGujarat. અનેક લોકો રજાના દિવસોમાં અથવા ખાસ રજા લઈ જંગલ વિસ્તારમાં પ્રવાસે જવાનું, જંગલમાં જઈ રહેવાનું, ત્યાં ટ્રેકિંગ કરવાનું વગેરે ખુબ પસંદ કરે છે. જેની માટે હવે જંગલ વિસ્તારમાં, ઘણા અભયારણમાં ફી ભરીને પ્રવેશ આપવામાં આવે છે. જેમા હાલ તબક્કે ઘણા લોકો અગાઉથી ફી ભરી પ્રવાસ કરવા માટે બુકીંગ કરાવી રહ્યા છે. ત્યારે વડોદરા વન્ય જીવ વિભાગે જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યની જાંબુઘોડા,શિવરાજપૂર અને કંજેટા રેન્જ હેઠળ આવેલા પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રોમાં આવતા મહેમાનોની સલામતી તથા સુરક્ષાની કાળજી માટે વીમા સુરક્ષા છત્રનું આયોજન કર્યું છે.
વડોદરા વન્ય જીવ વિભાગની પ્રવાસી સુરક્ષા માટે અનોખી પહેલ વન સંરક્ષક તરફથી કરવામાં આવી છે. વન્ય જીવ વિભાગના કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી કહે છે કે, અમારા જંગલ વિસ્તારમાં અધિકૃત ફી ભરીને પ્રવેશ કરનાર અને રોકનાર માટે વીમા સુરક્ષા છત્ર ની જોગવાઇ કરવામાં આવી છે. આ અનોખી પહેલમાં વડોદરા વન્ય જીવ વિભાગે જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યની જાંબુઘોડા,શિવરાજપૂર અને કંજેટા રેન્જ હેઠળ આવેલા પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રોમાં આવતા મહેમાનોની સલામતી માટે વીમા સુરક્ષા છત્રનું આયોજન કર્યું છે.અધિકૃત પરમીટ સાથે જંગલમાં પ્રવેશ કરનાર અને આ કેન્દ્રો માટે આરક્ષણ કરાવનાર સહુ પ્રવાસીઓને તેનો લાભ મળી શકે છે.
મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજીએ ઉમેર્યું હતું કે, અહીં પ્રવાસીઓના માથે કોઈ મોટા જોખમો તોળાય છે એવું નથી. આ વાતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જંગલ છે અને તેમાં દીપડા પણ છે, રીંછ જેવા પ્રાણીઓ પણ છે. એટલે ક્યારેક કોઈ પ્રવાસી પર હુમલા કે સર્પ દંશ જેવી ઘટના બની શકે. મારી જાણમાં હજુ આવી કોઈ ઘટના બની નથી. તેમ છતાં, પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની કાળજી લેવાના અભિગમ હેઠળ વીમા સુરક્ષા છત્રની પહેલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જંગલની શિસ્ત પાળો તો વન્ય પ્રાણીઓ ક્યારેય હુમલો કરતાં નથી.મળતી માહિતી મુજબ વીમા સુરક્ષા છત્રનો લાભ માત્ર અધિકૃત પ્રવેશ કરનાર પ્રવાસીઓને જ મળવા પાત્ર રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud