• વલસાડ રેલવેના ડી.વાય.એસ.પી બી.એસ. જાધવ સહિતનો કાફલો વડોદરા પહોંચ્યો
  • યુવતી દ્વારા ડાયરીમાં લખાયેલ તમામ દિશામાં તપાસ હાથ ધરાશે
  • આપઘાતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાય – બી.એસ. જાધવ, વલસાડ રેલવે ડી.વાય.એસ.પી
વેક્સીન ગ્રાઉન્ડ, વડોદરા

WatchGujarat. સલામત ગુજરાતમાં દુષ્કર્મના બનાવો અટકવાનું નામ નથી લેતા. તાજેતરમાં સુરત કોર્ટે ગણતરીના દિવસોમાં પોક્સોના આરોપીને છેલ્લી શ્વાસ સુધીની સજા ફટકારી હતી. ઐતિહાસીક નિર્ણયને પગલે ન્યાય તંત્ર અને પોલીસ તંત્રની ચોતરફથી પ્રશંસા પણ થઇ હતી. જો કે, હવે વડોદરામાં ગેંગ રેપનો મામલો સામે આવ્યો છે. યુવતિની 3 નવેમ્બરના રોજ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મામલાની તપાસ કરતી પોલીસના હાથે એક ડાયરી લાગી હતી. જેમાં યુવતિએ પોતાની સાથે વડોદરામાં વિતેલી ઘટના વર્ણવી હતી. હાલ પોલીસે તેના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, 3 નવેમ્બરે નવસારીમાં ટ્રેનમાં એક યુવતીઓ આપઘાત કર્યો હતો. આ આપઘાત પાછળ દુષ્કર્મનું કારણ બહાર આવ્યું છે.

સ્થાનિક પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, 29 ઓક્ટોબરના રોજ વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં સાંજે 6:30ની આસપાસ એક યુવતી રસ્તા પર સાયકલ લઇને જઇ રહી હતી. દરમિયાન રીક્ષા ચાલતે તેને ટક્કર મારી  યુવતીનો હાથ ખેંચીને રિક્ષામાં બેસાડી હતી. ત્યાર બાદ રીક્ષા વેકિસન ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. આ દરમ્યાન રિક્ષાચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ સમયે એક બસ ચાલક ત્યાં આવી પહોંચતા યુવતીને બચાવી હતી. ત્યારે રિક્ષાચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. ત્યાર બાદ બસ ચાલકે યુવતિને મદદ કરી હતી.

પોલીસની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હિચકારી ઘટના બાદ, 3 નવેમ્બરે નવસારીમાં  ટ્રેનમાં યુવતીએ આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર યુવતીના મામલાની તપાસ કરતા એક ડાયરી મળી આવી હતી. ડાયરીમાં દુષ્કર્મનો ભોગ બનનાર યુવતિએ પોતાની સાથે અચરવામાં આવેલી બર્બરતા અંગે લખ્યું હતું. જે વાંચીને એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હવે આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે.યુવતિ Oasis સંસ્થામાં ફેલોશિપ કરતી હતી. સુત્રના જણાવ્યા અનુસારન તેણીએ આ સમયે તેના ઓફિસના મિત્રને મેસેજ પણ કર્યો હતો. પરંતુ મિત્રએ મેસેજ મોડો જોયો હતો.

આ વચ્ચે વલસાડ રેલવેના ડી.વાય.એસ.પીનો કાફલો વડોદરા પહોંચ્યો હતો.ડી.વાય.એસ.પીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, જે ડાયરી મળી આવી છે તેમાં અનેક કારણ જણાવ્યા છે. અમે તમામ દિશામાં તપાસ આદરી છે.તમામ દિશામાં તપાસ કર્યા બાદ જ ચોક્કસ કારણ બહાર આવી શકે કે યુવતીએ ક્યાં કારણથી આપઘાત કર્યો છે. જો કે મિડીયા સાથેના વાતચિતમાં ડી.વાય.એસ.પીએ કોઇ ચોક્કસ કારણ ન બતાવ્યુ હતુ અને જણાવ્યું હતુ કે તમામ દિશામાં તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સુત્રોએ ઉમેર્યું હતું કે, આ યુવતી સાણંદમાં ભણતી હતી. અને નવસારીની રહેવાસી હતી. જ્યારે કોઇ કામથી વડોદરામાં આવી હતી. ઘટનાની તપાસ દરમિયાન ડાયરીમાં ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો યુવતિ જે એન.જી.ઓ.માં ફેલોશિપ કરતી હતી તે જગ્યાએ પહોંચ્યો હતો. અને મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર મામલો સ્પષ્ટ નથી. આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ મામલો વધુ સ્પષ્ટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud