• હાજી બિલાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. 
  • ગત તા. 22 નવેમ્બરથી તેની તબીયત નાદુરસ્ત હતી 
  • ગોધરાકાંડ મામલે  31 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી
  • 11 દોષિતોને અગાઉ ગુજરાત હાઇકોર્ટે ફાંસીની સજા આપી હતી, ત્યાર બાદ તે સજાને જન્મટીપમાં બલદી નાંખવામાં આવી હતી
  • ગતરાત્રે હાજી બિલાલને છાતીમાં દુખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો
Vadodara, Syaji Hospital PostMortem Room
Vadodara, Sayaji Hospital PostMortem Room

WatchGujarat. ગુજરાતના દેશમાં ચર્ચાસ્પદ બનેલા ગોધરાકાંડ-2002 નો માસ્ટર માઇન્ડ બિલાલ ઇસમાઇલ અબ્દુલ મજીદ સુઝેલા ઉર્ફે હાજી બિલાલ (Haji Bilal) વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન આજરોજ તેનું મોત નિપજ્યું છે. કોર્ટે ગોધરા કાંડના 11 દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી.  ત્યાર બાદ આ સજા જન્મટીપમાં  બદલી નંખાઇ હતી. સમગ્ર મામલામાં 31 આરોપીઓ સામે કાર્યવાહી થઇ હતી.

વર્ષ 2002, 27 ફેબ્રુઆરીના રોજ કાર સેવકોથી ભરેલી સાબરતમી ટ્રેનના એસ-6 કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 જેટલા કાર સેવકો હોમાઇ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે કોમી તોફાન ફાટી નિકળ્યાં હતા. જેના પડઘા દેશભરમાં પડ્યા હતા. સમગ્ર મામલે 31 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તૈ પૈકી 11 દોષિતોને અગાઉ કોર્ટે ફાંસીની સજા આપી હતી. ત્યાર બાદ તે સજાને જન્મટીપમાં બદલી નાંખવામાં આવી હતી. આ 11આરોપીઓ પૈકી હાજી બિલાલ સહિત અનેક આરોપીઓ વડોદરાની જેલમાં આજીવન કેદની સજા ભાોગવી રહ્યા હતા. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગતરાત્રે હાજી બિલાલને છાતીમાં દુખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેને સેન્ટ્રલ જેલથી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે (શુક્રવાર) સવારે તેનુ મોત નિપજ્યું હતું.

આ મામલે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજીવન કેદની સજા ભોગવી રહેલા બિલાલ ઇસમાઇલ અબ્દુલ મજીદ સુઝેલા ઉર્ફે હાજી બિલાલ, જે ગોધરાનો આરોપી હતો અને આજીવન કેદની સજા માટે વડોદરા સેન્ટ્રલ જેલમા હતો, ગત તા. 22 નવેમ્બરથી નાદુરસ્ત તબિયતના કારણે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનુ સારવાર દરમિયાન મોત થયું છે. હાલ મૃતકના પોસ્ટ મોર્ટમ અને અન્ય કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહીં છે. જે પૂર્ણ થયા બાદ હાજી બિલાલનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ  2002માં 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને ગોધરા સ્ટેશન પર આગના હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ ડબામાં 59 લોકો હતા, જેમાંથી મોટા ભાગના લોકો કારસેવક હતા. એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે 2011માં પહેલી માર્ચે 31 લોકોને દોષી અને 63 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud