- અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી
- પગ ના જાંગ ના ભાગના હાડકાના ત્રણ ટુકડા થઈ ગયા છતાં પરીક્ષા આપી
- એન્જીનીયરિંગની 20 વર્ષીય વિદ્યાર્થીની એ અડગ મનથી વોકર લઇ વાર્ષિક પરીક્ષાના બે પેપર આપ્યા
WatchGujarat. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રદીપ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય એન્જીનીયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની B.E . CIVIL ( એન્જીનીયરિંગ ) મા આનંદના વાસદ ખાતે આવેલી SVIT કોલેજમા 7મા સેમેસ્ટરમા અભ્યાસ કરે છે અને હાલમા GTU ગાંધીનગર દ્વારા 10મી ડિસેમ્બરથી અલગ અલગ દિવસે વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે, જે દરમિયાન ગત 17મી ડિસેમ્બરના રોજ એન્જીનીયરિંગમા અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની ઝીલ સમીર શાહ પોતાની કોલેજ ખાતે 3 જા પેપર માટે પોતાનુ વિહીકલ લઈને જઈ રહી હતી ત્યારે નંદેસરી બ્રીઝ પાસે અકસ્માત નડ્યો હતો.
જેમાં 20 વર્ષીય વિદ્યાર્થીની ઝીલ શાહના ડાબા પગની જાંગના ભાગના હાડકાના ત્રણ ટુકડા થઈ ગયા ત્યારબાદ ગત તા.20 મી ડિસેમ્બરના રોજ વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં હાડકાને જોડવા માટે સળિયો નાખવામાં આવ્યો હતો. જે બાદ ઝીલને ચાલવા તેમજ કુદરતી હજમ ક્રિયા માટે વોકરની સગવડ કરવામાં આવી હતી. પરંતુ ચાલી રહેલી વાર્ષિક પરીક્ષાની ચિંતા પણ તેને સતાવી રહી હતી બાદ મા તેના માતા પિતા એ SVIT કોલેજના HOD ડી.પી. સોનીનો સંપર્ક કર્યો હતો અને ઝીલને બાકી બે પેપર બાકી રહ્યા હતા એ પરીક્ષા આપવા દેવા માટે વિનંતી કરવામાં આવી હતી.
કોલેજ ખાતેના શિક્ષકો વિચારમાં પડી ગયા હતા કે તેનાથી સરખુ ચાલતુ પણ નથી અને તેની વર્ગખંડ ત્રીજા માળે છે તો કેવી રીતે પરીક્ષા આપશે ? જે વિષયને લઈ કોલેજના શિક્ષકો અને વાલી વચ્ચે ચર્ચા બાદ ગાંધીનગર ખાતે આવેલ GTU ની હેડ ઓફિસ ખાતે ઈમારતના ભોંય તળિયે વ્યવસ્થા માટે મેલ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી જેમાં યુનવર્સીટી દ્વારા જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ઝીલને ભોંયતળિયે અલગ વ્યવષ્ઠા બાદ બાકી બે પેપર જે તા. 27 મી ડિસેમ્બર અને 29 મી ડિસેમ્બરના રોજ હતા એ આપવા માટે મંજૂરી મળી હતી. બાદમા ઝીલ ના વાલી દ્વારા ખાનગી વાહન દ્વારા કોલેજ જઈ વોકરથી ધીમે ધીમે ચાલી અલગ વ્યવસ્થા વાળ વર્ગખંડમા પરીક્ષા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ નાની નાની તકલીફોમાં અભ્યાસ છોડી દે છે. જ્યાં ઝીલએ પરીક્ષા ન આપી હોત તો પણ ચાલી શકે એમ હતું. પરંતુ પોતના અભ્યાસમાં કોઈ બાંધ છોડ ન કરી પરીક્ષા આપી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.