વડોદરા GUVNL દ્વારા ઢાબા, હાઇવે હોટલ, કોલ્ડ સ્ટોરેજ, સ્ટોન માઇન, રિસોર્ટ વગેરે જેવા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
પ્રથમવાર ચેકીંગમાં રેકોર્ડબ્રેક એવી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી, રૂ. 2 કરોડ 90 લાખની ચોરી ઝડપી પોડવામાં આવી હતી
GUVNL એ બાતમીના આધારે ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. જેમાં મોટી સફળતા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ ચેકીંગ હાથ ધરાયુ હતુ
WatchGujarat. જિલ્લાના પૂર્વથી પશ્ચિમ બંને વિભાગમાં છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ જીયુવીએનએલ વડોદરાની ટીમોએ બાતમી સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. જેમાં આ ટીમોએ વીજ ચેકીંગ હાથ ધરી રૂ. 2 કરોડ 90 લાખની ચોરી ઝડપી પાડી હતી. તેમજ કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હતી. વીજ તંત્રની આ સઘન કામગીરીના પગલે આ વિસ્તારના વીજ ચોરી કરતા સમૂહમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
પહેલી વાર રેકોર્ડબ્રેક વીજ ચોરી ઝડપાઇ
એક મીડિયા રીપોર્ટ અનુસાર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, વડોદરા વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિભાગના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા 5 અને 6 ડિસેમ્બર દરમિયાન પીજીવીસીએલ કચ્છ વિસ્તારમાં આવેલા ઢાબા, હાઇવે હોટલ, મીઠાના અગર, કોલ્ડ સ્ટોરેજ, સ્ટોન માઇન, રિસોર્ટ વગેરે સ્થળોએ બાતમીના આધારે સધન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ ચેકીંગમાં રેકોર્ડબ્રેક એવી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
કરોડોની વીજ ચોરી પકડાતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો
આ ચેકીંગ દરમિયાન ભચાઉ સબ ડિવિઝનમાંથી લક્ષ્મણ અરજણ વાઘેલાના મીઠાના અગરમાં રૂ. 40 લાખની તેમજ માંડવી સબ ડિવિઝનના વાંઢમાં ઉમેશ હરિલાલ સેંઘાણીના બેંસો નાઈટ ક્રશર પ્લાન્ટમાં રૂ. 1 કરોડની વીજચોરી પકડાઈ હતી. આ સિવાય નલિયા સબ ડિવિઝનના જખૌના અલવી આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાંથી રૂ. 1 કરોડ, મુન્દ્રાના ફચિયારીના મદન રામભાઈ રબારીના સ્ટોન માઇનમાંથી રૂ. 20 લાખની, ખાવડાના વ્હાઈટ રણમાં આવેલા ગોરેવલીના જીકે રિસોર્ટમાંથી રૂ. 25 લાખની અને ખજૂરીયા સયા હરિજનના રિસોર્ટમાંથી રૂ. 4.20 લાખની ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આવી ગેરરીતિ ધરાવતા એકમો પરથી કુલ રૂ. 2.90 કરોડની વીજ ચોરી પકડાતાં વીજ ચોરી કરતા સમૂહોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ટીમો દ્વારા આગામી સમયમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવશે એવું પીજીવીસીએલ રાજકોટ ઝોનની યાદીમાં જાહેર કરવામાં આવ્યું હતું.
વડોદરા GUVNL દ્વારા ઢાબા, હાઇવે હોટલ, કોલ્ડ સ્ટોરેજ, સ્ટોન માઇન, રિસોર્ટ વગેરે જેવા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુંપ્રથમવાર ચેકીંગમાં રેકોર્ડબ્રેક એવી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી, રૂ. 2 કરોડ 90 લાખની ચોરી ઝડપી પોડવામાં આવી હતીGUVNL એ બાતમીના આધારે ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. જેમાં મોટી સફળતા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ ચેકીંગ હાથ ધરાયુ હતુWatchGujarat. જિલ્લાના પૂર્વથી પશ્ચિમ બંને વિભાગમાં છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ જીયુવીએનએલ વડોદરાની ટીમોએ બાતમી સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. જેમાં આ ટીમોએ વીજ ચેકીંગ હાથ ધરી રૂ. 2 કરોડ 90 લાખની ચોરી ઝડપી પાડી હતી. તેમજ કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હતી. વીજ તંત્રની આ સઘન કામગીરીના પગલે આ વિસ્તારના વીજ ચોરી કરતા સમૂહમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.