16 વર્ષીય સગીરા, હાલોલની ઉમા સોસાયટીમાં રહેતા નિર્મલ પટેલ સહિત 6 યુવક-યુવતી 17 નવેમ્બરે બર્થડે સેલિબ્રેટ કરવા કારમાં સમામાં આવેલા વુડીજોન્સ પિત્ઝામાં આવ્યાં
કિશોરીને હાર્દિક પંચાલ અને નિર્મલ પટેલ જબરદસ્તીથી રૂમમાં લઈ ગયા, જ્યાં સગીરાએ પ્રતિકાર કરતાં નિર્મલે ગુસ્સામાં ટેબલ ઊંચકીને ફેંક્યું
સગીરાને ઘરે મૂકવા જતી વખતે કાર દાવડા પાસે એક ટ્રક પાછળ પાર્ક કરી નિર્મલે સગીરા પર દુષ્કર્મ આચર્યું
આરોપીઓની અટકાયત કરી છે. સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઈ છે – PI, હાલોલ
WatchGujarat. હાલોલની 16 વર્ષીય સગીરા સહિત 6 યુવક-યુવતી બર્થ ડે સેલિબ્રેશન માટે વડોદરાના સમામાં આવેલા પિત્ઝા રેસ્ટોન્ટમાં આવ્યાં હતાં. જ્યાં પિત્ઝા સાથે કેફી પીણું પીવડાવ્યા બાદ રેસ્ટોરન્ટ ચલાવતા યુવકે હરણી પાસેની હોટલમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. એ પછી હાલોલના યુવકે કારમાં પરત જતી વખતે દાવડા પાસે કારમાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, હાલોલના છેવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા, હાલોલની ઉમા સોસાયટીમાં રહેતા નિર્મલ પટેલ સહિત 6 યુવક-યુવતી 17 નવેમ્બરે બર્થડે સેલિબ્રેટ કરવા કારમાં વડોદરાના સમામાં આવેલા વુડીજોન્સ પિત્ઝામાં આવ્યાં હતાં, જ્યાં પિત્ઝા સ્ટોરના સંચાલક હાર્દિક નટુભાઇ પંચાલ સાથે નિર્મલે તમામની ઓળખાણ કરાવી હતી અને તમામે પિત્ઝા સાથે પીણું પીધું હતું. મોડી રાત્રે સાથે આવેલા એક યુવક અને યુવતી એક્ટિવા પર, જ્યારે કિશોરી સાથે હાર્દિક પંચાલ અને અન્ય મિત્રો નિર્મલની કારમાં હરણી પાસે આવેલી હોટલમાં ગયાં હતાં.
ટ્રક પાછળ કાર પાર્ક કરી દુષ્કર્મ ગુજાર્યું
કિશોરીને હાર્દિક પંચાલ અને નિર્મલ પટેલ જબરદસ્તીથી રૂમમાં લઈ ગયા હતા, જ્યાં સગીરાએ પ્રતિકાર કરતાં નિર્મલે ગુસ્સામાં ટેબલ ઊંચકીને ફેંક્યું હતું. દરમિયાન નિર્મલ રૂમમાંથી બહાર નીકળી જતાં હાર્દિકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેણે ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને અને તારાં માતા-પિતાને મારી નાખીશ. સગીરાએ આ અંગે અન્ય મિત્રોને કહેતાં મોડી રાત્રે નિર્મલની કારમાં તમામ હાલોલ આવ્યા હતા. જ્યાં સગીરાને ઘરે મૂકવા જતી વખતે કાર દાવડા પાસે એક ટ્રક પાછળ પાર્ક કરી નિર્મલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તેને ઘરે છોડી ગયો હતો.
બે દિવસ સુધી સગીરા પર દુષ્કર્મ આચરી ત્રીજા દિવસે સગીરાને રૂા.50 આપી ગોલ્ડન ચોકડી મૂકી ભાગી ગયો
દરમિયાન 19 ડિસેમ્બરે સગીરા પર નરાધમ હાર્દિકનો ફોન આવ્યો હતો અને તેને વડોદરા બોલાવી હતી અને નહીં આવે તો તારો સ્ક્રીનશોટ ઈસ્ટાગ્રામ પર વાઇરલ કરી દઈશ, એમ કહેતાં સગીરા હાલોલથી બસમાં ગોલ્ડન ચોકડી પહોંચી હતી, જ્યાં હાર્દિક કાર લઈ આવ્યો હતો અને તેને કોઈ અવાવરૂ જગ્યા પર રૂમમાં લઈ ગયો હતો. જ્યાં બે દિવસ સુધી સગીરા પર દુષ્કર્મ આચરી ત્રીજા દિવસે સગીરાને રૂા.50 આપી ગોલ્ડન ચોકડી મૂકી ભાગી ગયો હતો.
સગીરા હાલોલ આવ્યા બાદ પરિવારજનોએ પૂછતાં તેણે ઘટના કહેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આખરે સગારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાર્દિક અને નિર્મલ પટેલ વિરુદ્ધ અપહરણ, પોક્સો, ગુનાહિત કાવતરા સહિત જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી બંનેને હાલોલમાંથી ઝડપી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી.
સગીરાનું હાલોલથી અપહરણ કરી વડોદરા લઈ જઈ હરણી પાસે હોટલમાં અને હાલોલ કારમાં દુષ્કર્મ કર્યું - PI
ગેંગરેપનો ભોગ બનનારની ફરિયાદ લેવાઈ છે. સગીરાનું હાલોલથી અપહરણ કરી વડોદરા લઈ જઈ હરણી પાસે હોટલમાં અને હાલોલ કારમાં દુષ્કર્મ કર્યું છે. આરોપીઓની અટકાયત કરી છે. સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઈ છે. - એન. કે. ડાભી, PI, હાલોલ