• નવાબજાર વિસ્તારમાં પાણીપુરી લારીએ જઈ માથાભારેએ પુછયું કોને મારૂ તને કે તારા જીજાને, જે બાદ મારામારી કરી હતી
  • માથાભારેએ ઘરે જતા યુવક અને તેના સગીરને રોકી મારમારી ખભાના પાછળના ભાગે બચકા ભરી લીધા હતા
  • માથાભારેના સંબધીએ પણ યુવરના ઘરે જઈ સગીરને મારમારેલ જેથી સગીર બેભાન થઈ ગયો હતો
  • સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયા હતો

WatchGujarat. વડોદરા શહેરમાં ગુંડાગીરી એટલી હદે વધી ગઈ છે કે માથાભારે આવી પુછે છે, પહેલા કોણે મારૂ ! પછી મારામારી શરૂ કરે છે. આવો એક બનાવ ગત રોજ નવાબજાર વિસ્તારમાં બન્યો હતો. પાણીપુરીની લારી ચલાવતો શખ્સ અને તેના સાળા પાસે જઈ માથાભારે તત્વોએ પુછ્યું હતું કે તેને મારૂ કે તારા જીજાને, આ બાદ માથાભારેએ મારામારી કરી હતી. રાતે લારી બંધ કરી ઘરે જતી વખતે પણ તે માથાભારેએ મારામારી કરી સાળાને બચકા ભરી લીધા હતા. એટલું જ નહિ માથાભારેના સંબઘીએ ઘરે જઈ સાળાને માર માર્યો હતો જેથી સાળો બેભાન થઈ ગયો હતો. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશને મારામારીનો ગુનો નોંઘાયો છે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, બાવચાવાડ ફતેપુરા પોલસ લાઈનની પાછળ રહેતા મનોજ અભીરામસિંહ યાદવ (ઉ.34વર્ષ) નવાબજાર નાકા પાસે શ્રી રંગદત સરકાર નામની પાણીપુરીની લારી ચલાવી તેમનુ ગુજાન ચલાવે છે. તેઓની સાથે તેમનો એક સગીર સાળો પણ કામ કરે છે. ગત રોજ રાજુ ઉર્ફે રાજુડી જે મનોજના મહોલ્લામાં જ રહે છે. તે લારી ઉપર આવ્યો હતો. અને સાળાને જણાવ્યું હતું કે, “તેરે કો મારૂ યા તેરે જીજા કો મારૂ” તેમ જણાવતા સાળાએ કહ્યું હતું કે, “મેરે જીજા જો ક્યા મારેગા મેરે સે લડ”  તેમ કહેતા રાજુ ઉર્ફે રાજુડી બોલાચાલી કરી સાળાને ખુબ મારમાર્યો હતો. જોકે મનોજે વચ્ચે પડી મામલો થાળે પાડી દીધો હતો.

ત્યારબાદ રાતે પોણા દસેક વાગે મનોજ અને તેનો સાળો લારી બંધ કરી ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન કાલુપુરા રોડ શિવાજી હોલ પાસે રાજુ ઉર્ફે રાજુડી ત્યાં હાજર હતો. તેણે રોક્યા હતા. અને મનોજ તથા સાળા સાથે મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન રાજુ ઉર્ફે રાજુડીએ સાળાને ખભાના પાછળના ભાગે બચકા ભરી લીધા હતા. સાળો અને જીજાજી ઘરે આવી ગયા હતા ત્યારે રાજુ ઉર્ફે રાજુડીનો માસીનો છોકરો નીતેષ કહાર મનોજના ઘરે આવ્યો હતો. અને સાળાને માફી માંગવાનુ જણાવી ગડદાપાટુનો મારમાર્યો હતો. જેથી મનોજનો સાળો બેભાન થઈ ગયો હતો અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે ફરીયાદના આધારે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud