પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી દુષ્કર્મની ફરીયાદમાં અલ્પુ તેણીનો મિત્ર હોવાનો ઉલ્લેખ
પ્રથમ દિવસથી જ અલ્પુ સિંધી કેસમાં સેન્ટર ઓફ એટ્રેકશન રહ્યો છે.
અલ્પુ પ્રોહિબીશનના બે ગુનાઓમાં વોન્ટેડ હતો.
અલ્પુ ફોન વાપરતો પણ જ્યા જાય ત્યાં વાઇફાઇનો ઉપ્યોગ કરતો
5000થી ફ્લેટની વચ્ચેથી અલ્પુને શોધવુ ક્રાઇમ બ્રાન્ચ માટે ખૂબ કઠીન હતુ
3 દિવસ રાઉન્ડ ધ ક્લોક પોલીસે કામગીરી કરી સફળતા મેળવી
WatchGujarat. હાઇ પ્રોફાઇલ રેપ કેસ સામે આવ્યાના પ્રથમ દિવસથી જ આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ જેટલા ચર્ચામાં હતા, તેના કરતા વધુ બુટલેગર અલ્પુ સિંધી ચર્ચામાં હતો. કારણ કે અલ્પુ પીડિતાનો મિત્ર છે અને ફરીયાદ દાખલ કરાવવા માટે તેણે પીડિતાની મદદ કરી હોવાનુ પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે અલ્પુ સિંધી પ્રોહિબીશનના બે ગુનામાં વોન્ટેડ હોવાથી નાસતો ફરતો હતો. પરંતુ હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં અલ્પુનુ નામ સામે આવતા હવે તેને પકડવો પોલીસ માટે જરૂરી બન્યુ હતુ.
ગત તા. 19 સપટેમ્બરના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પીડિતા શહેરના જાણીતા સી.એ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવે છે. બીજા દિવસે સમગ્ર મામલો બહાર આવતાં શહેરમાં ચકચાર મચી જાય છે. દરમિયાન શહેરનો બુટલગેર અલ્પુ સિંધી પીડિતાનો મિત્ર હોવાનુ સામે આવ્યું અને તે પણ અશોક જૈન અને રાજુ ભટ્ટની જેમ ફરાર થઇ ગયો હતો. હવે પોલીસ પાસે બે આરોપીઓ પૈકીનો એક રાજુ ભટ્ટ અને તેને ભાગવામાં મદદ કરનાર કાનજી મોકરીયા હતા. પરંતુ મુખ્યસૂત્રધાર અશોક જૈન અને ચર્ચાસ્પદ અલ્પુ સિંધીનો કોઇ પત્તો લાગી રહ્યો ન હતો.
ગત તા. 23 સપેટમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળ્યા બાદ સ્પેશ્યિલ ઇન્વેટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી, બીજી તરફ સાત ટીમો અશોક જૈન અને અલ્પુની શોધમાં હતી. તેવામાં પાંચ દિવસ પહેલા પોલીસને બાતમી મળી કે, અલ્પુ સતત તેના મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ સાથે રહે છે. અલ્પુ પોતાની પાસે મોબાઇલ રાખતો પણ તેમા સીમકાર્ડ નતો રાખતો, જ્યાં જાય ત્યાં વાઇફાઇનો ઉપયોગ કરી કોન્ટેક્ટ કરતો હતો. પોલીસ પાસે હવે ફ્કત તેની એક તસ્વીર હતી.
અલ્પુને શોધી રહેલી ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સની જાણકારી મળી કે અલ્પુ સિંધી અને તેનો મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત એક ફ્લેટમાં છે, અને અલ્પુની શોધમાં ત્રણ ટીમ રવાના કરવામાં આવી હતી.
હવે આટલા મોટા શહેરમાં તેને શોધવો ટીમ માટે એક મોટુ ચેલેન્જ હતુ. ટીમ રાઉન્ડ ધ ક્લોક કામે લાગી અને ઓપરેશનની કમાન પોલીસ સબ ઇન્સપેકટર આર.કે ટોરાણીએ સંભાળી લીધી હતી. એક દિવસ અલ્પુ સિંધીનુ ચોક્કસ લોકેશન મળ્યું ને ટીમ "અહો હાઉસીંગ કોલોની"માં પહોંચી ગઇ, કોઇને શંકા ન જાય તે માટે ટીમના સભ્યોએ વેશપલ્ટો પણ કરી લીધો અને અલ્પુની સર્ચ શરૂ થઇ.
અહો હાઉસીંગમાં ટીમ પહોંચી તો ગઇ પરંતુ 600 ઉપરાંત ટાવરમાં 5000 ઉપરાંત ફ્લેટમાં અલ્પુ ક્યાં છે, તે ટીમ જાણતી ન હતી. જેથી આસપાસના લોકોનો વિશ્વાસ કેળવી એક તસ્વીરના આધારે ખાતરી કરવામાં આવી કે અલ્પુ ઓ ટાવરના ફ્લેટ નં-502માં છે, જેની સાથે તેનો એક મિત્ર ધર્મેશ પણ છે. બસ હવે ટીમને તેના ટાર્ગેટનુ એક્ઝેટ લોકેશન મળી ગયુ હતુ.
અલ્પુ ભાગી ન જાય તે પણ એક તરફ ભીતી હતી, એટલે ખૂબ જ ગુપ્ત રાહે આખુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં સતત ત્રણ દિવસ સુધી ફ્લેટમાં ચાલતી હીલચાલ પર નજર રાખવા માટે ત્રણ ટીમો રાઉન્ડ ઘ ક્લોક રેકી કરી રહીં હતી. અલ્પુ ફ્લેટ નંબર 502માં જ છે તેની પુરતી ખાતરી કરી લેવામાં આવી અને તેને દબોચવા માટે ટીમ તૈયાર કરવામાં.
અલ્પુ 7 ઓકટોબરની સવારે તેના ફ્લેટમાં ઘોર નિંદ્રામાં હતો, રૂટીન પ્રમાણે તેના ફ્લેટમાં દુધ વાળો આવતો, પેપર નાખવા વાળો આવતો જેની ટીમને જાણ હતી. જેથી એવો સમય નક્કી કરવામાં આવ્યો કે અલ્પુને અંદાજો પણ ન આવે, સવારે 10:30 વાગ્યાની આસપાસ ટીમ ફ્લેટ નં-502ની બહાર ઉભી થઇ ગઇ અને દરવાજે બે ટકોરા સંભળાતા દરવાજુ ખોલતા જ ક્રાઇમ બ્રાન્ચ સાંભળી ઘોર નિંદ્રામાં રહેલો અલ્પુ સિંધી ઘુટણીયે પડી ગયો હતો.