• ભાડાના મકાનમાં રહેતી વિદ્યાર્થીનીના એક થી વધુ બેંક એકાઉન્ટમાં રૂ. 50 લાખનો વ્યવહાર શંકા ઉપજાવે તેમ છે
  • વિદ્યાર્થીની દ્વારા અશોક જૈનને નોકરી લેતી વખતે વર્ણવવામાં આવેલી સ્થિતી અને હકીકતમાં પણ તફાવત
  • અશોક જૈને પત્ર લખીને કરેલા આક્ષેપોની જો પોલીસ તટસ્થ તપાસ કરે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે છે

WatchGujarat. વડોદરામાં હાઇપ્રોફાઇલ રેપ કેસ ટોક ઓફ ધી ટાઉન છે. આ મામલે શરૂઆતથી જ નવા નવા વળાંક આવી રહ્યા છે. બે દિવસ પહેલા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં લો માં ભણતી વિદ્યાર્થીનીએ શહેરના જાણીતા સીએ. અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અશોક જૈને આજરોજ રાજ્યના ગૃહમંત્રીથી લઇને શહેરના પોલીસ કમિશ્નરને ઉદ્દેશીને સ્ફોટક પત્ર લખ્યો હતો. જેમાં વિવિધ 10 જેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

અશોક જૈને લખેલો પત્ર અને યુવતિ દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદના અંશોમાં તફાવત નીચે પ્રમાણે છે.

યુવતિ ભાઇ સાથે રહેતી હતી કે, અન્ય સાથે ?

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીની વડોદરામાં ભાડેના મકાનમાં રહેતી હતી. પાંચ મહિનાથી ઓફિસમાં કામ કરતી હતી. દરમિયાન ઘરેથી જે કામ હોય તે ઘરેથી અને મીટીંગ હોય ત્યારે ઓફિસ જવાનું થતું હતું. જો કે પત્રમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની મિત્રના રેફરન્સથી આવી હતી. અને પોતાના ભાઇ સાથે રહેતી હોવાનું અને મુળ રોહતકની હોવાનું જણાવ્યું હતું. તથા તેને અન્ય ઓફિસમાં અન્ય છોકરીઓ સાથે બેસીને કામ શીખવા માટે જણાવવામાં આવ્યું હતું.

તો ફરિયાદમાં રાજુ ભટ્ટનું નામ કેવી રીતે આવ્યું ?

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સહારા ઇન્ડસ્ટ્રીઝની આજવા રોડ ખાતે આવેલી જમીનની મીટીંગો ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ અને અશોક જૈન વચ્ચે ચાલતી હતી. જો કે, પત્રમાં જણાવ્યા મુજબ, અશોક જૈન, રાજુ ભટ્ટ નામના વ્યક્તિને ઓળખતા નથી. અને આજદિન સુધી ક્યારેક ફોન પર પણ વાત થયેલી નથી.

વિદ્યાર્થીનીએ ફ્લેટ જાતે જ શોધ્યો, ભાડું ઓછું કરાવવા લીધી અશોક જૈનની મદદ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અશોક જૈને વિદ્યાર્થીનીને ભાડે ફ્લેટ રાખીને આપ્યો હતો. જો કે પત્રમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનીએ દૈનિક પત્રમાં જાહેરાત વાંચીને ફ્લેટ શોધ્યો હતો. ફ્લેટ માલિક જૈન હોવાને કારણે વિદ્યાર્થીનીએ અશોક જૈનને ભાડુ ઓછું કરાવવા વિનંતી કરી હતી. જેથી અશોક જૈને યુવતિ વિદ્યાર્થી હોવાથી મકાન માલિકને ભાડામાં રાહત આપવા જણાવ્યું હતું. જેને ધ્યાને રાખીને મકાન માલિકે ભાડું ઓછું કર્યું હતું. ફ્લેટમાં કેટલીક વખત વિદ્યાર્થીનીનો મિત્ર અમન યાદવ રહેતો હતો.

સીસીટીવી અનેક આક્ષેપો ક્લિયર કરી શકે તેમ છે !

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 14 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીનીને અશોક જૈને બોલાવી બીજા ઇન્વેસ્ટરને ખુશ કરવા જણાવી ડીલ થતાની સાથે 50 ટકા પ્રોફિટ તને મળી જશે તેમ જણાવ્યું હતું. વિદ્યાર્થીનીએ વાતનો વિરોધ કરતા અશોક જૈને તેને જબરદસ્તી શરીર સંબંધ બાંધેલા ફોટા,  રૂમમાં રહેતી હોવાનું રેકોર્ડીંગ બતાવ્યું હતું. અને જો હું તને કહું તેમ નહી કરે તો ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, પત્રમાં જણાવ્યા અનુસાર, ઓગસ્ટ-21 માં વિદ્યાર્થીનીએ ઓફિસે આવીને ગત વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન બાકી હોવાનું જણાવ્યું હતું. તથા અલ્પુ સિંધી સાથે મિલ્કત સંદર્ભે રૂ. 15 કરોડ આપવાના હોવાથી તાત્કાલિક ઇન્કમટેક્સ ફાઇલ કરવાનું કહ્યું હતું. જેથી 14 સપ્ટેમ્બરના રોજ તે ઓફિસમાં રિટર્ન ફાઇલ કરવા આવી હતી. અને સામાન્ય રીતે સ્ટાફ સાથે બેસીને રિટર્ન ફાઇલ કર્યું હતું. જે અંગેની વિગતો ઓફિસની સીસીટીવીમાં જોઇ ખાત્રી કરી શકાય છે.

ઓળખતા જ નથી, તો ઘરે જવાનો વારો કેવી રીતે આવે ?

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટીંગ કરવા માટે અશોક જૈને વિદ્યાર્થીનીને મર્સિડીઝ કારમાં વાસણા રોડ ખાતે આવેલા તેમના ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં મીટીંગમાં પ્લાસ્ટીકના ગ્લાસમાં અશોક જૈન કોલ્ડ્રીંક લાવ્યા હતા. મીટીંગ પુરી થતા રાજુ ભટ્ટ ત્યાંથી નિકળી ગયા હતા. કોલ્ડ્રીંક પીધા બાદ વિદ્યાર્થીનીનું માથું દુખવા લાગ્યું હતું. જે બાદ અશોક જૈને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પત્રમાં જણાવ્યા અનુસાર, અશોક જૈન, રાજુ ભટ્ટને ઓળખતા નથી. અને તેઓ ક્યારે પણ વિદ્યાર્થીનીને પોતાના ફ્લેટ પર લઇ ગયા નથી.

બોય ફ્રેન્ડે વહેલી સવારે માર માર્યો તો મદદ માટે અશોક જૈનને કર્યો ફોન

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટે વિદ્યાર્થીનીના ફ્લેટ પર આવીને તેને હાથ પકડીને ધક્કો માર્યો હતો. અને તેના માથા પર ટીવી ફેક્યું હતું. ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને પછી તેને રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, પત્રમાં જણાવ્યા પ્રમાણે, 15 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બોયફ્રેન્ડ અલ્પુ સિંધીએ તેણીને માર માર્યો હતો  અને ટીવી પણ તોડી નાંખ્યું હતું. આ અંગેની જાણ તેણે અશોક જૈનને કરી હતી. પરંતુ તેણે અડધો કલાક બાદ મેસેજ કર્યો કે પ્લીઝ ડોન્ટ વરી, સોરી સર વી વીલ ટોક ઇન મોર્નિંગ.

ભાડાના ઘરમાં રહેતી વિદ્યાર્થીનીના એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કેવી રીતે શક્ય !

વડોદરાના હાઇપ્રોફાઇલ રેપ કેસમાં યુવતિ ભાડાના ઘરમાં રહેતી હતી. ઘર નક્કી કરતા પહેલા ભાડુ ઘટાડવા માટે તેણે અશોક જૈનની મદદ પણ લીધી હતી. જો કે, તેના એકથી વધુ બેંક એકાન્ટમાં રૂ. 50 લાખના વ્યવહાર થયા હોવાની વિગતો સામે આવતા હવે મામલો વધુ ઘુંચવાયો છે. હાઇ પ્રોફાઇલ કેસ મામલે હાલ અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. હવે આ મામલે આગળ શું થશે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

સુશિક્ષીત યુવતિના મદદગાર બુટલેગર

વડોદરાની ખાની યુનિવર્સિટીમાં લો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરેલી બળાત્કારની ફરિયાદને કારણે સમગ્ર શહેરમાં ચર્જા જગાવી છે. જો કે યુવતિની સાથે પડછાયાની જેમ રહી મદદ કરનાર બીજુ કોઇ નહિ પરંતુ શહેરના નામચીન બુટલેગર છે. અત્યાર સુધીની ચર્ચામાં અલ્પુ સિંધી અને કમલેશ ડાવરનું નામ સામે આવ્યું છે. જે શંકા ઉપજાવવાથી ઓછુ નથી.

આમ, વિદ્યાર્થીનીની પોલીસ ફરિયાદ અને આરોપીના દ્વારા તપાસની માંગ કરતો પત્રમાં લખવામાં આવેલી અનેક બાબતોમા ભારે વિસંગતતા સામે આવી હતી. જો આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પરદો ઉઠી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud