• વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં 19 સપ્ટેમ્બરના રોજ ખાનગી યુનિ.માં ભણતી વિદ્યાર્થીનીએ જાણીતા સીએ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજૂ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
  • ક્રાઇમ બ્રાન્ચે કાનજી મોકરિયાની ધરપકડ બાદ રાજૂ ભટ્ટને જુનાગઢથી પકડી પાડ્યો હતો
  • હાલ દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટ, અશોક જૈન અને કેસમાં શંકાસ્પદ ભુમિકા ભજવનાર તથા પોલીસના ચોપડે એક સમયે ફરાર અલ્પુ સિંધી જેલમાં છે
kanji mokariya arrested by vadodara crime branch
kanji mokariya arrested by vadodara crime branch

WatchGujarat. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ખાનગી યુનિમાં ભણતી યુવતિએ સીએ અશોક જૈન અને રાજૂ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપી રાજૂ ભટ્ટને ભાગવામાં મદદ કરનારા કાનજી મોકરીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તેના રિમાન્ડ પુરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજરોજ વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે કાનજી મોકરીયાના શરતી જામીન મંજૂર કર્યા છે.

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં 19 સપ્ટેમ્બરના રોજ ખાનગી યુનિ.માં ભણતી વિદ્યાર્થીનીએ જાણીતા સીએ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજૂ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતના સમયમાં પોલીસ કંઇ ઉકાળી નહિ શકતા મામલો ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન દુષ્કર્મ કેસમાં આરોપી રાજૂ ભટ્ટને મદદ કરનારા નંદન કુરીયરના માલિક કાનજી મોકરીયાની અટકાયત બાદ તેની ધરપકડ કરી હતી. કાનગી મોકરીયાની ધરપકડના બીજા જ દિવસે શહેર ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસ સાથે કરેલા જોઇન્ટ ઓપરેશનમાં રાજૂ ભટ્ટને ઝપડી પાડ્યો હતો.

ત્યાર બાદ સમગ્ર મામલાની ઉંડાણ પુર્વક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરવામાં આવી હતી. એસ.આઇ.ટીની ટીમે પાલિતાણાથી અન્ય આરોપી અશોક જૈન અને દુષ્કર્મ કેસમાં શંકાસ્પદ ભુમિકા ભજવતા તથા એક સમયે પોલીસના ચોપડે વોન્ટેડ અલ્પુ સિંધીની ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. તમામના અલગ અલગ સમયે રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પુરા થતા આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.

દરમિયાન આજરોજ દુષ્કર્મ કેસમાં આરોપી રાજૂ ભટ્ટને મદદ કરનાર કાનજી મોકરીયાની જામીન અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે કાનજી મોકરીયાના શરતી જામીન મંજૂર કર્યા છે. આગામી સમયમાં આ કેસમાં હવે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud