સયાજી હોસ્પિટલના આઈસીટીસીને વાત્સ્યાયન કેન્દ્રના માધ્યમથી hiv/ aidsના મહત્તમ ટેસ્ટિંગ અને કાઉન્સિલિંગ માટે સતત નવમી વાર પ્રશસ્તિ પ્રમાણપત્ર
બરોડા મેડિકલ કોલેજ દ્વારા સયાજી હોસ્પીટલમાં સંચાલિત આ કેન્દ્ર દ્વારા છેલ્લા 6 મહિનામાં 15 હજાર જેટલા એચ.આઇ.વી.ટેસ્ટ કરવામાં આવ્યા
WatchGujarat. સયાજી હોસ્પિટલના ઓપીડી 7 ખાતે મેડિકલ કોલેજ,બરોડાના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા એચ.આઇ.વી./ એઇડ્સ ની ચકાસણી અને સારવારના માર્ગદર્શન માટે ઇંટીગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર( આઇ.સી.ટી.સી - વાત્સ્યાયન કેન્દ્ર) ચલાવવામાં આવે છે.
આ કેન્દ્રને તાજેતરમાં રાજકોટ ખાતે થયેલી વિશ્વ એઇડ્સ નિયંત્રણ દિવસની ઉજવણી પ્રસંગે સતત નવમી વાર મહત્તમ એચ.આઇ.વી. ટેસ્ટિંગ અને અસરકારક સમજાવટ માટે પ્રશસ્તિ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું.તેમાં આ કેન્દ્રની અસાધારણ કામગીરી અને એચ.આઇ.વી./ એઇડ્સ નિયંત્રણમાં યોગદાનની સંકલ્પબદ્ધતા ને બિરદાવવામાં આવી છે.
ગુજરાતમાં એચ.આઇ.વી./ એઇડ્સ નિયંત્રણ ના ભાગરૂપે કુલ 319 આઇ.સી.ટી.સી. ચલાવવામાં આવી રહ્યાં છે જેમાં મેડિકલ કોલેજ સંચાલિત આવા કેન્દ્રોની શ્રેણીમાં અમારી મેડિકલ કોલેજ દ્વારા સયાજી હોસ્પીટલમાં સંચાલિત કેન્દ્ર હંમેશા ઉત્તમ કામગીરી કરીને ટોચ પર રહે છે એવી જાણકારી આપતાં મેડિકલ કોલેજ,બરોડાના ડીન ડો.તનુજા જાવડેકરે જણાવ્યું કે,આ સફળતા અમારા કાઉન્સેલર્સ ની સંનિષ્ઠ કામગીરીને આભારી છે.
આ કેન્દ્ર ખાતે ત્રણ કાઉન્સેલર સેવાઓ આપી રહ્યાં છે.તેઓ તકલીફ ધરાવતા લોકોને ખૂબ અસરકારક રીતે hiv ટેસ્ટ કરાવવા માટે સમજાવે છે અને જો પરિણામ પોઝિટિવ આવે તો ઓપીડી 26 ના સારવાર કેન્દ્રમાં સારવાર લેવા પ્રેરિત કરે છે. અહીં બહુધા લોકોમાં ટેસ્ટ કરાવવા અને સારવાર લેવાની બાબતમાં ખચકાટ જોવા મળે છે.જો કે અસરકારક કાઉન્સિલિંગથી તેઓ તેનું નિવારણ કરીને આ રોગના નિયંત્રણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યાં છે. કેટલાક ખૂબ સંકોચ અનુભવતા દર્દીઓને તેઓ પોતે સારવાર કેન્દ્ર સુધી દોરી જાય છે.
તેમણે આ સિદ્ધિ માટે સૌ સંબંધિતોને અભિનંદન આપવાની સાથે કામગીરીની સંનિષ્ઠાને બિરદાવી છે.