• મહિલા તેના સંબંધીને મળવા ઘરને લોક મારીને ગઈ હતી
  • ઘરે પરત આવી જોતા ઘણું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું
  • તસ્કરો બંધ ઘર માંથી સોના-ચાંદીના દાગીના સહીત રોકડ મળી કુલ રૂ.4.72 લાખ સેરવી ગયા
  • સમગ્ર મામલે સમા પોલીસ મથકે ચોરીની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ

WatchGujarat. વડોદરા શહેરના સમા વિસ્તારના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં તસ્કરો સોના -ચાંદીના દાગીના સહીત રોકડ મળી કુલ રૂ.4.60 લાખ સેરવી ગયા હતા. આ મામલે સમા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલા વિગત એવી છે કે, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ સાહેબકૃપા સોસાયટીના રહેવાસી મિત્તલબેન હિતેશભાઈ સ્થાનકી (ઉ.35વર્ષ) અલકાપુરી ખાતે આવેલી કંપનીમાં સેલ્સ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. અને તેમના પતિ દિલ્હી ખાતે આવેલી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા.22 સપ્ટેમ્બરના રોજ રાતે સાડા નવ વાગ્યાની આસપાસ મિત્તલબેન તેમના ઘરે લોક મારીને બાળકો સાથે સંબંધીના ઘરે ગયા હતા. અને તેના બીજા દિવસે એટલે તા.23 સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે પરત આવ્યા હતા. અને ઘરે આવતજ તેઓ તેમના ઘરનું લોક અને નાચુકો તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા.

બધી ચીજ-વસ્તુ સહીસલામત છે કે નહિ તે જોવા ખુબ ચિંતિત હાલતમાં મિત્તલબેન ઘરમાં ગયા હતા. પરંતુ બેડરૂમ રાખેલ તિજોરીનો બધો સામાન વેરવિખેર થયેલો હતો અને તેની અંદર રાખેલ સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂ.4.60 લાખ અને રૂ.12 હજાર રોકડ મળી કુલ રૂ.4.72 લાખ તસ્કરો ઘરનું તાળું તોડી અને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે મિત્તલબેને અજાણયા તસ્કરો વિરુદ્ધ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણયા તસ્કરો વિરુદ્ધ ચોરીની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud