• પતિ દારૂ પીને આવ્યો હતો જેથી પત્નીએ તેને ઘરમાં નહોતો ઘુસવા દીધો
  • પતિ ઘરે પરત આવતા પત્ની આપેલ રૂ.2500 પરત માંગતા થયો હતો ઝગડો
  • પતિએ સાણસી વડે પત્નીને માર મારી ઈજાઓ પહોંચાડી
  • પત્નીએ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

WatchGujarat. વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં પત્નીએ પતિને ઉછીના આપેલ રૂ.2500 પરત માંગતા પતિએ પત્નીને સાણસી વડે મારી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પત્નીએ પતિ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલાની વિગતો એવી છે કે, વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહેતી સ્નેહલબેન મનહરભાઈ વણકર (ઉ.32 વર્ષ) સ્મોલ ફાઇનાન્સ બેંકમાં નોકરી કરે છે. ગત તા.22 સપ્ટેમ્બરના રોજ સ્નેહલબેનના પતિ મનહરભાઈ વણકર રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ખુબ દારૂ પીને નશાની હાલતમાં ઘરે આવ્યા હતા. સ્નેલબેને પતિને ઘરમાં ન હતા પ્રવેશવા દીધા એટલે મનહરભાઈ તેમના ઘરની છત પર જઈને સુઈ ગયા હતા. અને સવારના છ વાગ્યે ધાબા પરથી ઘરે પરત આવ્યા હતા.

મનહરભાઈ ઘરે પરત આવતા સ્નેહલબેને તેમને ઉછીના આપેલ રૂ.2500 પરત માંગ્યા હતા. જેથી મનહરભાઈ બોલાચાલી કરી ઝગડો કરવાનું શરૂ કરી દીધું હતું. અને ઉશ્કેરાઈને રસોડામાંથી સાણસી લઇ આવી સ્નેલબેના પીઠના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાન સ્નેહલબેનની માતા સવિતાબેને વચ્ચે પડી વધુ મારથી ખાવાથી બચાવ્યા હતા. સ્નેલબેન ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જેથી તેઓએ એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર કરાવી બાપોદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud