રાજ્યમાં દારૂ લાવવા માટે અને લાવેલો દારૂ લોકો સુધી પહોંચાડવા માટે બુટલેગરો અવનવા રસ્તા અપનાવતા હોય છે
આજરોજ બપોરના ગાળામાં એક યુવક એક્સેસ ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ. એન્ડ ટી. સર્કલ તરફ જઇ રહ્યો
બ્રિજ પતતાની સાથે વાહન રખડતા ઢોરની અડફેટે આવતા અકસ્માત થયો અને થેલા રસ્તા પર પડી ગયા
WatchGujarat. વડોદરા પોલીસ દેશી-વિદેશી દારૂ પકડવા માટે ડ્રોન ઉડાડવું, અચાનક રેડ કરવી, બુટલેગરોને પાસા કરવા જેવી અનેક કામગીરી નિયમીત રીતે કરે છે. પરંતુ કામગીરીનો બુટલેગરોમાં સહેજ પણ ખૌફ નથી. જેનો પુરાવો આપતી ઘટના આજે ઘટી છે. આજરોજ કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે શહેરની મુલાકાતે છે. તેમનો કોન્વોય આજરોજ એરપોર્ટ સર્કલથી એલ. એન્ડ ટી સર્કલ તરફ જઇ રહ્યો હતો દરમિયાન જ રસ્તા પર પોટલીઓ પડેલી જોવા મળી હતી. જેને કારણે કોન્વોયને પોટલીઓની બાજુમાંથી લઇ જવામાં આવ્યો હતો. ગુજરાતમાં લાગુ દારૂબંધીની હકીકત હવે તો કેન્દ્રિય મંત્રીથી પણ છુપી નથી.
https://youtu.be/lB1EPEdzRFM
રાજ્યમાં દારૂબંધી છે. પરંતુ રાજ્યમાં દારૂ લાવવા માટે અને લાવેલો દારૂ લોકો સુધી પહોંચાડવા માટે બુટલેગરો અવનવા રસ્તા અપનાવતા હોય છે. કેટલીક વખત બુટલેગરોની ચાલાકી પોલીસથી છુપી રહેતી નથી. તો કેટલીક વખત સંજોગોવસાત દારૂની હેરાફેરીનો પ્લાન ખુલ્લો પડી જાય છે. વડોદરામાં આજે આવી જ એક ઘટના બની જેના સાક્ષી બીજુ કોઇ નહિ પરંતુ કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે છે.
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ બપોરના ગાળામાં એક યુવક એક્સેસ ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ. એન્ડ ટી. સર્કલ તરફ જઇ રહ્યો હતો. યુવકની ટુ વ્હીલર પર બે પોટલા રાખેલા હોય છે. સુત્રના જણાવ્યા પ્રમાણે યુવકનું ટુ વ્હીલર બ્રિજ ઉતરીને નીચે આવતા જ રખડતા ઢોરની અડફેટે તે આવી જાય છે. વાહનની સ્પીડ એટલી હોય છે કે તે વાહન પર કાબુ રાખી શકતો નથી. અને તેનું બેલેન્સ બગડે છે. અને તેની પાસે રાખેલા પોટલાઓ રસ્તા પર પડી જાય છે. આ સાથે પોટલામાં મુકી રાખેલી દેશી દારૂની પોટલીઓ રસ્તા પર વિખેરાઇ જાય છે. તેટલામાં તો યુવક જગ્યા પરથી નાસી છુટે છે. કેટલીક પોટલીઓ તો રસ્તામાં ફાટી જવાને કારણે આખાય રસ્તા પર દુર્ગંધ મારે છે. તેવા સમયે એક મહિલા લોકોને આ સ્થળથી દુર રહીને જવા માટે વિનંતી કરતી જોવા મળે છે.
રસ્તા પર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે અચાનક જ કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેની કારનું પાયલોટીંગ કરતી સ્થાનિક પોલીસની કાર સાયરન મારતી મારતી પોટલીઓ પડી છે ત્યાં સુધી આવી પહોંચે છે. લોકોને બાજુમાંથી જવા માટે ઇશારો કરતી મહિલાનો ઇશારો સમજીને પાયલોટીંગ કાર સહેજ બાજુએથી પસાર થાય છે. કારની પાછળ પાછળ કેન્દ્રિય મંત્રીનો કાફલો પણ તેવી જ રીતે પસાર થાય છે. કારમાંથી બધા બહાર શું થયું છે તે જાણવા માટે ડોકીયું પણ કરે છે. આમ થોડીક જ વારમાં આખો કોન્વોય પસાર થઇ જાય છે. અને મંત્રી ખુદ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થાય છે.
હવે કેન્દ્રિય મંત્રી સામે બુટલેગરે ખોલેલી દારૂબંધીની પોલમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર છે. જો કે મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પોટલીઓ ભરેલો થેલો લઇ ગઇ હતી.