• લગ્નના પ્રથમ દિવસથી જ સાસરીયાઓ દ્વારા શ્રુતિને શારીરિક અને માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું
  • તું અમારા ઘરની વહું બની ગઇ છે, એટલે તારે અમારી તમામ બાબતો ચલાવવી પડે તેવું જણાવી શ્રુતિ સાથે સાસરીયાઓએ મારઝુડ પણ કરી
  • શ્રુતિ ના પિતાના ઘર પાસે જ તેના બહેનનું ઘર ફુલ ફર્નિશ્ડ ઘર ખાલી હોવાને કારણે દંપતિ ત્યાં રહેવા ગયું
  • 2019 માં અહિંયાથી ગયા બાદ તેણે કોઇ સંપર્ક કર્યો નથી. ત્રણ મહિનાની દિકરી આજે ત્રણ વર્ષની થવા આવી છે – પીડિતા

WatchGujarat. સાબરકાંઠામાં રહેતા યુવકના લગ્ન વડોદરાની યુવતિ સાથે થયા હતા. યુવકન માતા-પિતા વ્યવસાયે શિક્ષણ હતા. યુવકે પોતે લગ્ન બાદ પી.એચ.ડી કરી હતી. સુશિક્ષીત પરિવારે ઘરની વહુ પર અત્યાચાર ગુજારવાની એક પણ તક ન છોડી હોય તેવો હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે. હાલ આ મામલે પીડિત મહિલાના પતિ, સાસુ, સસરા સહિત અન્ય એક ઇસમ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં શ્રુતિ (નામ બદલ્યું છે) રહેતા હતા. વર્ષ 2015 ના રોજ તેઓનો લગ્ન સામાજીક રિતીરિવાજ મુજબ પ્રાંતિજ સાબર કાંઠાના રહેવાસી સંકેત પટેલ સાથે થયા હતા. સંકેતના માતા વિમળાબેન સુરેશભાઇ પટેલ અને પિતા સુરેશભાઇ પટેલ રીટાયર્ડ શિક્ષક તરીકેનું જીવન વ્યતિત કરે છે. (તમામ રહે ગ્રીન પાર્ક, ડીવીઝન-1, પ્રાંતિજ, જિ- સાબરકાંઠા) સંકેતે લગ્ન બાદ પીએચડી કરી હતી. લગ્ન થયાના એક મહિનામાં દંપતિએ વડોદરામાં સ્થાયી થયા હતા. લગ્ન બાદથી જ સાસરીયાઓનું શ્રુતિ પ્રત્યેના વર્તનમાં બદલાવ જોવા મળ્યો હતો.

  • નવા નવા લગ્ન છે, તારે પૈસાની શું જરૂરત છે

પોલીસ ફરિયાદ અનુસાર, લગ્નના પ્રથમ દિવસથી જ સાસરીયાઓ દ્વારા શ્રુતિને શારીરિક અને માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન બાદ ટુંકા ગાળામાં સાસરીયાઓએ કહ્યું કે, નવા નવા લગ્ન છે, તારે પૈસાની શું જરૂરત છે. આ દાગીના અને રોકડા રૂપિયા તારા બાપે દહેજ પેટે આપ્યા છે. તે અમારા છે કહી દાગીના અને રોકડા લઇ લીધા હતા. તથા હવે તું અમારા ઘરની વહું બની ગઇ છે, એટલે તારે અમારી તમામ બાબતો ચલાવવી પડે તેવું જણાવી શ્રુતિ સાથે સાસરીયાઓએ મારઝુડ પણ કરી હતી.

  • સંકેતના સસરા પાસે કેટલી સંપતિ છે તે જાણવામાં તમામ સાસરિયાઓને રસ રહેતો

પતિ સંકેતે તેણે તેના સસરા પાસેથી ઘરની માંગણી કરી હતી. તે દરમિયાન શ્રુતિ ના પિતાના ઘર પાસે જ તેના બહેનનું ઘર ફુલ ફર્નિશ્ડ ઘર ખાલી હોવાને કારણે દંપતિ ત્યાં રહેવા ગયું હતું. વડોદરા રહેવા લાગ્યા બાદ સંકેતે તેના સસરાની ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી ફેક્ટરીમાં કામ કરવા લાગ્યો હતો. અને તે બદલ સારો પગાર પણ મેળવતો હતો. તથા કંપનીનો નાણાંકિય વ્યવહાર પર પણ દેખરેખ રાખતો હતો. સંકેતનું આખુંય પરિવાર અવારનવાર વડોદરાના ઘરે આવતા હતા. અને તેના સસરા પાસે કેટલી સંપતિછે તે જાણવામાં તમામને ખાસ રસ રહેતો હતો. આ સમયગાળા દરમિયાન સંકેત તેના સસરાના વેપારમાં ભાગીદાર તરીકે જોડાવવા માટે શ્રુતિને ભારે દબાણ કરતો હતો. ભણેલા ગણેલા પતિ અને સાસુ સસરાનું વર્તન જોઇને શ્રુતિ ડધાઇ ગઇ હતી. અને મનોમન વિચારતી કે આટલી ભણેલી ગણેલી વ્યક્તિ પણ આવી હોઇ શકે ખરી.

  • જો દિકરાનો જન્મ થશે તો આખા સમાજને લાડવા ખવડાવીશું

દરમિયાન શ્રુતિના ઘરનો તમામ ખર્ચ તેના પિતા તરફથી પુરો પાડવામાં આવતો હતો. છતાં કંપનીમાં ભાગીદારીને લઇને દંપતિના જીવન વચ્ચે ખટરાગ ચાલતો જ હતો. ત્યાર બાદ શ્રુતી પ્રેગનેન્ટ થઇ હતી. દરમિયાન તેના સાસરીયાઓ જણાવતા કે, જો દિકરાનો જન્મ થશે તો આખા સમાજને લાડવા ખવડાવીશું. અને દિકરાને વધાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. શ્રુતિએ દિકરીને જન્મ આપતા જ સાસરીયાઓનું વર્તન બદલાઇ ગયું હતું. સાસુ સસરાની શિક્ષક તરીકેની નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ તેઓની નજર શ્રુતિના પિતાની સંપત્તિ પર હતી. શ્રુતિની તબિયત સારી ન હોય તો પણ તેઓ દિકરીની સારસંભાળ રાખતા ન હતા. આખરે વર્ષ 2019 માં સંકેત શ્રુતિને કંઇ કહ્યા વગર જતો રહ્યો હતો. આજરોજ મામલે મહિલા પોલીલ સ્ટેશનમાં પતિ સંકેત પટેલ, સાસુ વિમળાબેન સુરેશભાઇ પટેલ અને સસરા સુરેશભાઇ પટેલ (તમામ રહે ગ્રીન પાર્ક, ડીવીઝન-1, પ્રાંતિજ, જિ- સાબરકાંઠા ) અને મામા જયંતિ મથુરદાસ પટેલ (અમદાવાદ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

  • ભણેલા ગણેલા ઠોઠ સાસરીયાઓએ બે દિકરીઓની જીંદગી બગાડી

સાસરીયાઓથી પીડિત મહિલાએ વાત કરતા જણાવ્યું કે, ભણેલા ગણેલા ઠોઠ સાસરીયાઓએ બે દિકરીઓની જીંદગી બગાડી છે. એક મારી અને એક તેમની પોતાની દીકરી જેને મેં જન્મ આપ્યો છે. મારા પિતાના બિઝનેસમાં જોડાઇને તેણે બધું શીખી લીધું હતું. અને અહિંયાથી ગયા બાદ સંકેતે પોતાની કંપની પણ શરૂ કરી હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. 2019 માં અહિંયાથી ગયા બાદ તેણે કોઇ સંપર્ક કર્યો નથી. ત્રણ મહિનાની દિકરી આજે ત્રણ વર્ષની થવા આવી છે. હાલ સંકેત અમદાવાદની કોઇ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોબ કરે છે.

Facebook Comments Box

Videos

Our Partners