MSU સેનેટની ચાર બેઠક માટે આજે મતદાન યોજાયું હતું
ડોનર્સની બે, સ્કૂલ ટીચર અને પ્રિન્સિપાલની એક-એક બેઠકની ચૂંટણી માટે ચૂંટણી-9 ઉમેદવારમાં ખરાખરીનો ખેલ જામ્યો હતો
આગામી ફેબ્રુઆરીમાં વર્તમાન સેનેટનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થશે
WatchGujarat. MS યુનિવર્સિટી સેનેટની ત્રણ કેટેગરી માટે આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચાર બેઠક માટે 9 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. આ ચૂંટણીની મતદાન ગણતરી સાંજે 4.30 કલાકે હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયું છે. ડોનર્સ કેટેગરીમાં જીગર ઇનામદાર અને મયંક પટેલનો વિજય થયો હતો. તો પ્રિસિપાલ કેટેગરીમાં ભાસ્કર દેસાઈ અને ટીચર્સ કેટેગરીમાં કિરણ કુમાર પટેલનો વિજય થયો છે.
ત્રણ કેટેગરીમાં ચાર બેઠક-9 ઉમેદવારો
ડોનર્સ કેટેગરી
જીગર ઈનામદાર
પ્રતિક જોષી
મયંક પટેલ
વ્રજેશ પટેલ
સેકેન્ડ્રી સ્કૂલ ટીચર કેટેગરી
અરવિંદ ગાંધી (કોયલી વિદ્યામંદિર, ગોરવા)
કિરણકુમાર પટેલ (આદર્શ હિન્દી વિદ્યાલય, ન્યુ વીઆઈપી રોડ)
દિગ્વિજયસિહ રાઠોડ (ઝેનીય સ્કૂલ, વારસીયા રીંગ રોડ)
સેકેન્ડ્રી સ્કૂલ પ્રીન્સીપાલ કેટેગરી
ભાસ્કર દેસાઈ (પરિવાર વિદ્યાલય,આજવા રોડ)
પરેશ શાહ (શ્રી અંબે વિદ્યાલય, વીઆઈપી રોડ)
આ ચૂંટણીમાં સ્કૂલ ટીચર કેટેગરીમાં 942, સ્કૂલ પ્રીન્સીપાલ કેટેગરીમાં 116 અને ડોનર્સ કેટેગરીમાં 164 મળી કુલ 1222 મતદારો મતદાન કરવાના હતા . નોંધનીય છે કે કોવિડ-19 ના સંભવિત લક્ષણો ધરાવતા મતદારો માટે ખાસ અલાયદા મતદાન મથકો પણ ઊભા કરાયા હતા. મળતી વિગતો અનુસાર ડોનર્સ કેટેગરીની બે બેઠક માટે ત્રણ બુથમાં મતદારોએ બપોરે 1 થી 4 દરમિયાન મતદાન કર્યું હતું. જે બાદ તેની મતગણતરી બપોરે 4.30 કલાકે શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ ચૂંટણી માટે મતદાન અને મતગણતરી બન્ને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે યોજાઈ હતી.
જ્યારે સ્કૂલ પ્રીન્સિપાલ અને સ્કૂલ ટીચર કેટેગરીની ચૂંટણી એક્સપેરીમેન્ટલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં સ્કૂલ પ્રીન્સીપાલ કેટેગરીમાં બે બુથ પર મતદારોએ બપોરે 12 થી 5 વાગ્યા સુધી મતદાન કર્યું હતું. જ્યારે સ્કૂલ સેકન્ડ્રી ટીચર્સમાં એક બેઠક માટે 9 બુથમાં મતદારો બપોરે 12 થી 5 દરમિયાન મતદાન કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટી સેનેટની ટર્મ ફેબ્રુઆરીમાં પૂરી થઈ રહી છે. જેની 42 બેઠકોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ 42 બેઠકોમાંથી ચાર બેઠકોની ચૂંટણી યોજવાની ન હતી, જ્યારે 35 બેઠકોની ચૂંટણી યોજાઈ ચૂકી છે. જ્યારે આ બાકીની ચાર બેઠકો માટે આજે એટલે કે 13 મી જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી.
મતદાનનું મેટ્રિક્સ
ડોનર્સ કેટેગરી
કુલ મતદાર :164
કુલ મતદાન : 112
મતદાન ટકાવારી: 68.29%
સ્કૂલ પ્રિન્સિપાલ કેટેગરી
કુલ મતદાર :116
કુલ મતદાન : 101
મતદાન ટકાવારી: 80.18 %
સ્કૂલ સેકન્ડરી ટીચર્સ કેટેગરી
કુલ મતદાર : 942
કુલ મતદાન : 589
મતદાન ટકાવારી: 62.55%