• આજે વહેલી સવારે સિંહણે લીધા અંતિમ શ્વાસ
  • ઇજાગ્રસ્ત સિંહણની સારવાર ચાલતી હતી
  • પ્રાથમિક તપાસમાં કિડની ફેલ થવાના કારણે અવસાન થયું હોવાનું જણાયું

WatchGujarat. વડોદરા સયાજી પ્રાણી સંગ્રહાલય ખાતેથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. એક ઇજાગ્રસ્ત સિંહણનું સારવાર છતાં અવસાન થયું છે. થોડા સમય પહેલા સિંહણને દાઢીમાં ઇજા થઇ હતી જેની સારવાર ચાલી રહી હતી. આ ઇજાનાં ઘા પર રુઝ પણ આવી ગઇ હતી. પરંતુ આજે વહેલી સવારે સિંહણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંહણનાં અવસાનનાં સમાચાર આવતા જ પ્રાણી સંગ્રહાલયનાં સ્ટાફ અને પ્રાણી પ્રેમીઓ ચોંકી ઉઠ્યા હતા. સિંહણનું અવસાન કિડની ફેલ થવાના કારણે થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઇ રહ્યું છે. જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમનાં રિપોર્ટ બાદ સામે આવશે.

તબીબે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું વન્યજીવન અધિનિયમ 1972 હેઠળ સેડ્યુલ -1નું જાનવર હોવાથી સેડ્યુલ-1 મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવશે.પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પોસ્ટમોર્ટમ બાદ જે જણાશે તેના રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેનું પંચનામુ કરવામાં આવશે ત્યારબાદ સિડ્યુલ-1નું પ્રાણી હોવાથી તેના નિયમ મુજબ તેને સળગાવીને અંતિમ વિધી કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતુ કે એને જે ઇજા થઇ હતી તેની સંપૂર્ણ સારવાર કરવામાં આવી હતી. આ ઇજાનાં ઘા રુઝાંઇ ગયા છે. તેના ફેંફસા હ્દય અને તમામ અવયવો ખૂબ જ સારા છે. ફક્ત એક જ કારણ સામે આવે છે. એ છે કિડની ફેલીયરનાં લીધે મૃત્યુ થયુ હોય તેવુ લાગે છે. ગઇ કાલે મોડી સાંજે સિંહણને ઉલટી થઇ હતી. તેની પણ સારવાર કરાઇ હતી. રાત્રે 1:30 વાગ્યે પણ સિંહણ શ્વાસ લેતી હતી. સવારે સ્ટાફ આવ્યો ત્યારે જોયુ તો સિંહણ મૃત હાલતમાં જોવા મળી હતી. સિંહણનાં અવસાન પછી તમામ રિપોર્ટ કરાવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે અને આ તમામ પેપરની સેન્ટ્રલ ઓથોરેટીને જાણ કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિંહણને મોં પર દાઢી ના નીચેના ભાગમાં ડાબી બાજુ વાગ્યું હતુ.દાઢી પાસે તેને વાગ્યા બાદ લોહી નીકળતા પોતાના નખ મારીને ખંજવાળતાં ઘા વધુ ગંભીર બની ગયો હતો. તેમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું.સિંહણને ડ્રેસિંગ કરવા છતાં હાલત ન સુધરતા છેવટે આણંદ થી વેટરનરી કોલેજના સર્જરી વિભાગના ડોક્ટરને બોલાવ્યા હતા. જેણે જ્યાં વાગ્યું હતું ત્યાં સર્જરી કરી ટાંકા લીધા હતા.આથી લગભગ દસેક દિવસ સિંહણે ખોરાક પણ લીધો ન હતો.અને માત્ર પ્રવાહી પર હતી. જ્યારે આજે સવારે સિંહણે અંતિમ શ્વાસ લેતા પ્રાણી સંગ્રહાલયનાં સ્ટાફ અને પ્રાણી પ્રેમીઓમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud