છેલ્લા 26 દિવસથી સલમાન ગોલાવાલા પોલીસ પકડથી નાસતો ભાગી રહ્યો હતો
ક્રિકેટ આઇ.ડી પરથી સટ્ટો રમતા ઝડપાયેલા રામચંદ્રની તપાસ દરમિયાન સલમાન સહિત 110 સટ્ટોડીયાઓના નામ ખુલ્યા હતા
WatchGujarat. આઇ.પી.એલ 2022 શરૂ થઇ તે દિવસથી સટ્ટો રમનાર અને રમાડનાર બન્નેનો તહેવાર શરૂ થઇ ગયો હતો. આ દરમિયાન વડોદરા શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે તરસાલી વિસ્તારમાંથી એક શખ્સને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. જેની ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરતા રૂ. 7 કરોડની સુપર માસ્ટર આઇ.ડી ઉપર સટ્ટો રમાડનાર માસ્ટર માઇન્ડ સલમાન ગોલાવાલા સહિત 110 સડ્ડોડીયાઓના નામ ખુલ્યા હતા. આ બનાવમાં પોલીસે અત્યાર સુધી કુલ 29 સટ્ટોડીયાઓની ધરપકડ કરી હતી. જ્યારે સલમાન ગોલાવાલાની પોલીસ સતત શોધમાં હતી. જેના પરિણામે આખરે 26માં દિવસે સલમાન અને તેના ભાઇ સિદ્દીકને હાલોલથી દબોચી લેવામાં આવ્યો છે. હવે જોવાનુ રહ્યું સલમાનની ધરપકડ બાદ તપાસનો રેલો ક્યાં પહોંચે છે.
આ બનાવની વિગત એવી છે કે, ગત તા. 22 એપ્રિલના રોજ તરસાલી વિસ્તારમાંથી રામચંદ્રસિંહ રાઉલજીની પીસીબીએ ધરપકડ કરી હતી. જેની તપાસ કરતા આઇ.પી.એલ ટી-20 મેચ પર સટ્ટો રમવા માટે robert99.com વેબસાઇટમાં robert999 યુઝર નેમ Ram5122 નંબરની આઇ.ડી એક મહિના અગાઉ સલમાન ગોલાવાલાના સાગરીત કલ્પેશ બાંભણીયા પાસેથી ઓનલાઇન મેળવી હોવાનુ સપાટી પર આવ્યું હતુ. જેથી પોલીસે સલમાન ગોલાવાલા સહિત 110 લોકો સામે ગુનો નોંધી તેમની શોધોખોળ હાથ ધરી હતી.
જોકે સલમાન ગોલાવાલા સહિત અનેક લોકોના ટુંકા નામ પોલીસને અમદાવાદથી ઝડપાયેલા કલ્પેશ બાંભણીયા પાસેની ડાયરી અને લેપટોપમાંથી મળી આવ્યાં હતા. જેથી ટુંકા નામ વાળી વ્યક્તિઓને શોધવુ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. છતાંય પોલીસે તપાસનો દોર શરૂ રાખ્યી એક બાદ એક લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન છેલ્લા 26 દિવસથી માસ્ટર માઇન્ડ સલમાન ગોલાવાલા પોલીસ પકડથી બચવા નાસતો ફરી રહ્યો હતો.
તેવામાં પીસીબીની ટીમને માસ્ટર માઇન્ડ સલમાન ગોલાવાલાની ચોક્કસ બાતમી મળતા ટીમ હાલોલ ખાતે પહોંચી હતી. જ્યાં સલમાન ગોલાવાલની સાથે તેના ભાઇ સિદ્દીકને પણ દબોચી લેવામાં આવ્યો હતો.
કંઇ રીતે સલમાન ગોલાવાલા સટ્ટાનુ નેટવર્ક ચલાવતો
બે વર્ષ અગાઉ સુરત ખાતે રહેતા સંજય નામના વ્યક્તિ સાથે સલમાનની મુલાકાત ગોવાના એક કશીનોમાં થઇ હતી. જ્યાં સલમાને bshikhar.exch99.com નામની રૂ. 7 લાખની લીમીટ વાળી આઇ.ડી લીધી હતી. જેમાં સલમાનનો 80 ટકા ભાગ અને 20 ટકા સંજયનો ભાગ હતો. અને આ આઇ.ડીમાં આંઠથી દસ ગ્રાહકોને આપવામાં આવ્યાં હતા. આ દરમિયાન વર્ષ 2020-21માં સલમાન સામે વડોદરામાં 6 જેટલા ક્રિકેટ સટ્ટાના ગુનાઓ નોંધાયા હતા.
સલમાન ગોવાથી સટ્ટાનુ નેટવર્ક ચલાવતો હતો
ક્રિકેટ સટ્ટાનો માસ્ટ માઇન્ડ સલમાન ગોલાવાલા સટ્ટાનુ નેટવર્ક ગોવાથી ચલાવતો હોવાનુ ચર્ચાઇ રહ્યું હતુ. જોકે આ વાતને સમર્થન પણ મળી રહ્યું છે. સલમાન ગોલાવાલા સામે ગુનો નોંધાયો હોવાની જાણ તેને થતા ક્રિકેટ સટ્ટાના લેવડ દેવડ માટેના માટેનો મોબાઇલ ફોન ગોવા ખાતેના બાગાબીચ પર ફેંકી દીધો હોવાની હકિકત પોલીસ તપાસમાં સપાટી પર આવી છે.
કલ્પેશ બાંભણીયા નોકરી છોડી સટ્ટાનો હીસાબ રાખતો થયો
દોઢક વર્ષ અગાઉ દાંડીયા બજાર સ્થિત આઇડીયા કંપનીના આઉટલેટ પર નોકરી કરતો હતો જ્યાં તેની ઓળખાણ સલમાન ગોલાવાલા સાથે થઇ હતી. કલ્પેશ કોમ્યૂટરનો જાણકાર હોવાથી ક્રિકેટ સટ્ટાનો હિસાબ રાખવા માટે રૂ. 25 હજારના પગારની ઓફર કરી હતી. આમ કલ્પેશે નોકરી છોડી સલમાનની આઇ.ડીના હિસાબનુ કામ હાથમાં લઇ લીધું હતુ.
દર સોમવારે રૂપિયાનો હિસાબ થતો
સંજય પાસેથી લીધેલી આઇ.ડી ઉપર ઘણા કેસો નોંધાયા હોવાથી સલમાને આઇ.ડીનુ નામ બદલી robert999.com કરી નાખ્યું હતુ. જેમાં સલમાનનો 82 ટકા ભાગ અને સંજયને 18 ટકા મળતા હતા. દર રવિવારે કલ્પેશ હિસાબનુ સ્ટેટમેન્ટ સલમાન તથા સંજયને મોકલતો હતો. રૂપિયાની લેવડ દેવડ પી.એમ આંગડીયા મારફતી થતી, તેમજ માધવ મગન, રમેશ કાંતી, આર.અશોક આંગડીયામાં પણ લેવડ દેવડ થતી હતી.