• IPL 2022માં ક્રિકેટ મચ પર ઓનલાઇન કે ઓફલાઇન સટ્ટો રમતો એક પણ શખ્સ કે બુકી પોલીસના હાથ પકડાયો નથી
  • છેલ્લા બે વર્ષમાં IPL 2022 સિઝન દરમિયાન પીસીબી, ડીસીબી, એસઓજી સહિત તમામ પોલીસ સ્ટેશનોમાં સટ્ટો રમતા અનેક નામચિન ઝડપાયા
  • રાજ્યમાં સૌથી વધુ સટ્ટો રમતા ઝડપાયાનો આંક વડોદરામાં

WatchGujarat.  IPL મેચ એટલે બુકીઓ અને સટ્ટોડીયો માટે સટ્ટાની ઋતુ, અંદાજીત બે મહિના સુધી રમાતી IPL માં ગુજરાતમાં માત્રમાંથી જ કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે. જોકે ગુજરાતમાં દારૂ, જુગાર ગેરકાયેદ હોવાથી આ પ્રક્રાની ગેરપ્રવૃત્તિઓ ઉપર પોલીસ અને સ્ટેટ વિજીલન્સની ચાંપતી નજર હોય છે. આ દરમિયાન અનેક લોકો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પોલીસના હાથે ઝડપાય છે અને તેમની સામે કાર્યવાહી પણ થાય છે. પરંતુ આ સટ્ટાનુ મુળ રાજકોટ છે અને પોલીસ ત્યાં પહોંચી શકતી નથી. watchgujarat.com દ્વારા એવા અનેક નામચિનોને ખુલ્લા પાડવામાં આવી રહ્યાં છે.

IPL 2022 ની શરૂઆત ગત તા. 26 માર્ચના રોજ થઇ, અંદાજીત 56 દિવસ સુધી IPL  રમાનાર છે. IPL 2022 શરૂ થયે આજે 10 થી વધુ દિવસો થઇ ચુંક્યા છે. છતાંય હજી સુધી શહેર પોલીસના હાથે એક સટ્ટોડીયો ઝડપાયો નથી, તેનો અર્થ શું સમજવો ? શું વડોદરામાં IPL પર સટ્ટો રમવાનુ અને રમાડવાનુ બંધ થઇ ગયું છે ?  કે પછી સટ્ટોડીયાઓ એટલા સ્માર્ટ થઇ ગયા છે કે, પોલીસને ગંધ પણ નથી આવવા દેતા ?

વર્ષ 2019-20 અને 20-21 કોરોના કાળ દરમિયાન અનેક લોકો બેરોજગાર બન્યા હતા. આ દરમિયાન IPL મેચ રમાઇ હતી અને આ બે વર્ષમાં વડોદરા પોલીસે 100થી સટ્ટોડીયાઓને રંગે હાથ ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી કરી હતી. પાછલા બે વર્ષમાં વડોદરા પોલીસે IPL દરમિયાન પ્રશંસનીય કામગીરી જેની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ પણ લીધી હતી. પરંતુ IPL 2022માં હજી સુધી એક પણ સટ્ટોડીયો વડોદરા પોલીસને હાથ લાગ્યો નથી.

છેલ્લા 2 વર્ષમાં ઝડપાયેલા કેટલાક મોટા માથાઓનુ હીટ લિસ્ટ

–    ધમો

–    કાલી

–    કમાલ

–    ભરત

–    કૃણાલ

–    કિરણ

–    ભુરો

–    રાજા

–    અનિલ

–    ડાકો

–    કમુ

–    રાજુ

–    રાણા બ્રધર્સ

–    કામીલ

–    ઇશાક

–    સલમાન

–    રાહુલ

–    મોન્ટુ

–    રાજા

–    સોનુ

–    પપ્પી ગોધરા

–    મારૂતિ

–    નરેશ

–    મખ્ખીજાની

–    જાવેદ

–    પાનસોલીયા

Facebook Comments Box

Videos

Our Partners